વિશુધ્ધાનંદ વિદ્યામંદિર ખાતે આજરોજ ભાવનગર મહાપાલિકા શીક્ષણ સમિતિની ગાઈડલાઈન પ્રમાણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં અલંગ ડેવલપમેન્ટ એરિયાના અધ્યક્ષ ગિરીશભાઈ શાહ, શાળાના ટ્રસ્ટી ડો. ગિરિશભાઈ વાઘાણી, ઘરવેરા સુપ્રિ. ડો. મહેશભાઈ હીરપરા નગરસેવિકા આશાબેન બદાણી, શીક્ષણ સમિતિ સદસ્ય હીરાબેન વિંઝુડા ખાસ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર નં. ૮૧ થી ૮૬ અને ૯ઢના બાળકોને કીટ અને ફ્રુડ વિતરણ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રા.શાળા, વીદ્યાનગરના બાળકોને પારિતોષિક તેમજ પ્રવેશ સન્માન કરવામાં આવેલ. અંધઉદ્યોગ શાળા અને ખિ.લ. બહેરા-મૂંગા સંસ્થાના પ્રવેશપાત્ર બાળકોને આવકારવામાં આવેલ. શાળાના વિદ્યાર્થીઓને યોગ નિદર્શન કરેલ. પાઠયપુસ્તકનું વિતરણ કરવામાં આવેલ. તેજસ્વી તારાલાઓને સન્માનિત કરવામાં આવેલ. ભટ્ટ દર્શને સ્વચ્છતા અભિયાન અંતર્ગત વકતવ્ય આપેલ. અંતમાં રાષ્ટ્રગીતનું ગાન અને શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ. મહેમાનોનું ખાદીના રૂમાલ અને શાબ્દિક સ્વાગત આચાર્ય એલ.જી. ધાંધલાએ કરેલ.