ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલીદાન દિને તેમનાં જીવન સંઘર્ષની ગાથા વાગોળશે જિલ્લા ભાજપ

1176

આવતીકાલે તા. ર૩ જુનના રોજ સમગ્ર ભારત દેશની સાથે ભાવનગર જિલ્લામાં તમામ તાલુકા મથકો પર જનસંઘી – ભાજપના પથદર્શક એવા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલીદાન દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા ભાજપના આગેવાન વકતાઓ તેમના જીવનની સંઘર્ષ, શોર્ય અને બલીદાનની ગાથા વાગોળશે.

તેમજ તા. રપ જ ુની સમગ્ર દેશમાં કટોકટીની કાળી યાદોને યાદ કરીને કોંગ્રેસના કરતુત, લોકશાહીની હત્યા સમાન આ દિવસને જનતાને યાદ અપાવશે. તા. ર૩ જુન મહા દેશભક્ત, ભારત દેશની પ્રથમ સરકારમાં જવાહરલાલ નહેરૂના કેબીનેટમાં ઉદ્યોગ પ્રધાન, જનસંઘ અને ભાજપના પ્રેરણા સ્ત્રોત, સમગ્ર માનવજાતના પથદર્શક એવા ડો. શયામાપ્રસાદ મુખર્જી આજનું કાશ્મીર બચાવવા પોતાના પ્રાણની આહુતી આપી પોતાના જીવનનું બલીદાન આપ્યું છે, જમ્મુ-કાશ્મીરએ ભારતનો અવિભાજય અંગ છે ને રહેશે દુનિયાની કોઈ તાકાત તેને અલગ નહિં કરી શકે, જ ે ફકત અને ફકત ડો. શ્યામાપ્રસાદ મુખર્ઝીની ઐતિહાસિક દેણ છે, એક દેશમાં દો વિધાન, દો સંવિધાન, દો નિશાન, દો પ્રધાન નહિ ચલેંગે જેવા અમર વિચારને ભારત સમક્ષ મુકયો એવા શુરવીર યોધ્ધાની યશોગાથા, જીવન અને વિચારોને જનતા સમક્ષ મુકીને તેમના ભવ્ય વિચારોની સુવાસ ભાવનગર જિલ્લા ભાજપના આગેવાન વકતાઓ ફેલાવશે.  તા. રપ જુનએ સમગ્ર ભારતમાં કટોકટીના કાળા દિવસ, કોંગ્રેસની કરતુત, હજારો લોકોની ખુંવારી, આપખુદશાહીની યાદ અપાવે છે, કોંગ્રેસના જુલ્મો, ભ્રષ્ટાચાર છુપાવવા કટોકટી લાદી દેશના બંધારણ સાથે ચેડા કરી પ્રેસ-મીડીયાને ગુંગાળાવવાનો વરવો ખેલ, જોર જુલ્મથી શાસન ચલાવી લાખો લોકોને જેલમાં સબડાવી મારી નાંખવાનું કાવતરૂ હતું જેને ફરી એક વખત હજારો કાર્યકર્તાઓ અને દેશની જનતા સમક્ષ તે કપરા સમયની વાતો વાગોળવામાં આવશે.

આ કાર્યક્રમ માટે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, મહામંત્રીઓ દિલીપભાઈ શેટા, નારણભાઈ મોરી, ઉમેશભાઈ મકવાણા, કાર્યક્રમના ઈન્ચાર્જ, બટુકભાઈ ધાંધલા તેમજ સમગ્ર જિલ્લાના ૧ર જેટલા આગેવાન વક્તાઓ તમામ તાલુકા મથકો પર જઈને કાર્યકર્તાઓને સંબોધી બલીદાન દિવસની યશોગથા અને કટોકટીના કાળા દિવસની યાદ અપાવશે. તેમ જિલ્લા ભાજપા પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર કિશોર ભટ્ટે જણાવ્યું હતું.

Previous article૧૦૮ દ્વારા કામગીરીનું ડેમોસ્ટ્રેશન
Next articleપ્રણવબક્ષી વિનયમંદિરમાં પ્રવેશોત્સવ