અલંગશીપયાર્ડમાં જહાજ પર કટીંગનું કામ કરી રહેલો શ્રમીક યુવાન અકસ્માતે પડી જતાં સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ અલંગ શિપયાર્ડમાં પ્લોટ નં. ૧રપમાં લાંગરેલી જહાજ પર પ્લેટ કટીંગનું કામ કરી રહેલાં પીન્ટુદાસ સુભાષદાસ (ઉ.વ.રપ), રે. સોસીયા યાર્ડ પ્લોટ નં. ૧૧૪ની સામે વાળો જહાજપરથી અકસ્માતે નીચે પટકાતાં ગંભીર ઈજાઓ થતાં સારવારર્થે તળાજા હોસ્પિટલ ખાતે ખસેડાયેલ જયાં યુવાનનું મોત નિપજવાં પામ્યું હતું. બનાવની જાણ થતાં અલંગ મરીન પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.