વિશ્વ યોગ દિન પર જાનવીએ કર્યુ અન્ડરવોટર યોગ

1376

જાનવી મહેતા કે જે જીગ્નેશભાઈ અને પ્રતિભાબેનના પુત્રી કે જેમને આપણે રબ્બરબેન્ડ ગર્લ તરીકે ઓળખીએ છીએ. તેમણે વિશ્વ યોગ દિને પાણીની અંદર યોગની અમુક મુદ્રાઓ કરી હતી. જેમાં ભૂમાસન, બધ્ધ પદ્માસન, અર્ધઅંદ્રાસન, પાદ હસ્તાસન જેવા આસનો પાણીની અંદર કર્યા હતા. જમીન પર અને પાણીની અંદર યોગ કરવું. આમ ચેલેન્જીંગ ગણાવી શકાય છે. કેમ કે તેમા શ્વસનક્રિયાનું પણ ખૂબ જ મહત્વ હોય છે. આ વિશ્વ યોગ દિને તેમણે કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે. જે ભાવનગરમાં પ્રથમ વખત આવું અલગ-અલગ આસનો કર્યા હતા. આ બાબતે ગુજરાતની અગ્રણી ચેનલોએ પણ તેમનું પ્રસારણ લીધુ હતું. જાનવીએ આંતરરાષ્ટ્રીય ૮ વખત ગોલ્ડ, સીલ્વર તેમજ બ્રોન્ઝ મેડલો મેળવ્યા છે. સાથે સાથે મીસ ગુજરાત, મીસ યોગીની ઓફ ઈન્ડિયા અને સેકન્ડ રનર્સઅપ મીસ યોગીની ઓફ વર્લ્ડ પણ બનેલ છે.

Previous articleપીપાવાવ જમીન મુક્તિ આંદોલન યથાવત, કલેક્ટરને આવેદન અપાયું
Next articleનંદકુંવરબા કોલેજમાં ડો. દેસાઈનું વ્યાખ્યાન