હાલના જમાનામાં વિકસતા સિહોરને સીસીટીવી કેમેરાની ખુબ જ જરૂરીયાત છે જે અંગે ર૦૧પમાં સિહોરમાં ક્રાઈમ બાબતે ગંભીર ચર્ચા વીચારણા કરતા તે સમયના પી.એસ.આઈ. ઝાલા દ્વારા સિહોરના વેપારી મીત્રો, રોલીંગ મીલ એસોસીએશન, તથા પ્રતિનિધિ નાગરિકોના સાથ સહકારથી ફાળો એકઠો કરી સીસીટીવી કેમેરા પ્રોજેકટ તૈયાર કરી મંજુરી માટે મોકલેલ પરંતુ મંજુરી આજ સુધી નહીં મળતા સમગ્ર પ્રોજેકટ ધુળ ખાઈ રહ્યો હતો. ત્યારે હાલ પી.આઈ.નો ચાર્જ સંભાળતા સોલંકી દ્વારા અચાનક આજરોજ સિહોરના વેપારીઓ તથા અગ્રણીઓ સાથે મીટીંગ યોજી ભાવનગર તથા મહુવામાં સુરક્ષા સમા કેમેરા ફીટ કરનાર કંપની વાળા સાથે બેઠક કરી હતી. જેમાં ટુક સમયમાં જ આ પ્રોજેકટ પુર્ણ કરવા, ચર્ચાઓ થતા હર્ષની લાગણી અનુભવી હતી ત્યારે ખાસનો હાલ સિહોરમાં પોકેટ ચોર-મોબાઈલ ચોરીની ઘટનાઓ ખુબ જ બનવા પામેલ જે અંગે પીઆઈ સોલંકીએ ગંભીરતા સમજી તાબડતોબ કેમેરા પ્રોજેકટ શરૂ કરી ગુન્હાઓ પર કાબુ મેળવનાર પ્રયાસ હાથ ધર્યા હતાં. આ અંગે સિહોરમાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.