આજે તા. ૨૨ જુન ના રોજ પહેલાં દિવસે ભાવનગર શહેરી વિસ્તારનો કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ કાર્યક્રમ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત વાઘાણીએ ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ સ્થિત ડો. એ. પી. જે. અબ્દુલ કલામ શાળા નં. ૫૦ અને ૫૧ના ધોરણ ૦૧ ના ૧૧૦ બાળકોને તેમજ એકતા હાઈસ્કુલના ધોરણ ૦૯ ના ૧૭૦ બાળકોને વિધિવત પ્રવેશ આપી આંગણવાડીના બાળકોને રમકડા આપી અને જણાવ્યુ હતું કે આ શાળાનું નવું બિલ્ડીંગ બનવાથી વિધાર્થીઓને ભણવાની અને શિક્ષકોને ભણાવવાની સુવિધામાં વધારો થશે કુંભારવાડામાં રૂપિયા ૧૫ કરોડના ખર્ચે નવી ગટરલાઈન નાંખવાની કામગીરી પ્રગતિમાં છે. વર્તમાન સરકાર જે વિકાસના કામોનું ખાતમુહુર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે. કુંભારવાડાનો સંપૂર્ણ વિકાસ થાય તે દિશામાં નક્કર કામગીરી થઈ રહી છે. રાજ્ય સરકાર કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ જેવાં કાર્યક્રમો થકી શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉપસ્થિત લોકોને અનુરોધ કરી જણાવ્યુ હતું કે સમાજની તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષણ હોવાથી દિકરા-દિકરીને ભણાવો. આ પ્રસંગે ડો. એ. પી. જે. અબ્દુલ કલામ શાળા નં. ૫૦ અને ૫૧ના સર્વશિક્ષા અભિયાન અંતર્ગત નવનિર્મિત રૂપિયા ૧.૩૦ કરોડના ખર્ચે ૨૬ ઓરડાવાળા બે વર્ષના સમયગાળામાં બનેલ બિલ્ડીંગનું ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ મહાનુભાવોએ શાળાના કમ્પાઉન્ડમાં વ્રુક્ષારોપણ કર્યુ હતુ, શાળાના વિધાર્થીઓ એ રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજુ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મેયર મનભા મોરી, નાયબ મેયર અશોકભાઈ બારૈયા, ઈન્ચાર્જ મદદનીશ મ્યુ. કમિ. એફ. એમ. શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવલ, નાયબ ચેરમેન મહેન્દ્રસિંહ, ભુતપુર્વ ચેરમેન રામદેવસિંહ ઝાલા, શહેર સંગઠનના મહેશ રાવલ, પ્રભાબેન પટેલ, નગરસેવકો, નગરસેવિકાઓ, શિક્ષણ સમિતિના સભ્ય જાગ્રુતિબેન રાવળ, શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ, વિધાર્થીઓ, વિધાર્થીનીઓ, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિધાર્થીએ કર્યુ હતુ.