રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ તથા કોંગ્રેસના મુસ્લિમ સમાજના આગેવાનો ભાવનગર શહેરના સાંઢીયાવાડ, માણેકવાડી, નવાપરા, આંબાચોક, ખોજાવાડ, શેલારશા સહિતના વિસ્તારોમાં નિકળતા તાજીયાના ઝુલુસમાં હાજરી આપી હતી તેમજ મુસ્લિમ વિસ્તારમાં જશ્ને કરબલા નિમિત્તે યોજાતા વાએજ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. શક્તિસિંહ ગોહિલની સાથે તાજીયા કમિટીના ચેરમેન સૈયદ હુસૈનમીયાબાપુ, કસ્બા પ્રમુખ મહેબુબભાઈ શેખ, મ્યુ.વિપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ, રહીમભાઈ કુરેશી, કાળુભાઈ બેલીમ, ઈમરાન કુરેશી, રૂમીભાઈ શેખ, અનવરખાન પઠાણ, સીરાજ નાથાણી, સાજીદ કાઝી સહિત આગેવાનો જોડાયા હતા.