શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ મારૂતી ઈમ્પેક્સ કંપનીમાં જીએસટીનું ચેકીંગ હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. જો કે સત્તાવાર કોઈ અધિકારીએ વાતને સમર્થન આપ્યું ન હતું.
બનાવની મળતી વિગત મુજબ, શહેરના બોરતળાવ વિસ્તારમાં હિરાની પેઢી મારૂતિ ઈમ્પેક્સ કંપની ખાતે સાંજના સુમારે જીએસટી અધિકારીઓની ગાડીઓના ધાડેધાડા ઉતર્યા હતા અને કંપનીમાં ચેકીંગ હાથ ધર્યુ હોવાની વાત જાણવા મળી હતી. જો કે કોઈ અધિકારીએ ચેકીંગની વાતને લઈ સત્તાવાર સમર્થન આપ્યું ન હતું. ચેકીંગ હાથ ધરાતા કંપનીમાં કામ કરતા લોકોને છોડી મુકવામાં આવ્યા હતા. આ ચેકીંગની વાતે ભારે જોર પકડતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા પેઢી ધારકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.