આજ રોજ ભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજ જરૂરી પ્રશ્નોના નિરાકરણ લાવવા તેમજ ભાવનગર શહેરમાં રેલ્વે વિભાગની બિનજરૂરી જમીનમાં એનક્રોસમેન્ટ હટાવવા તેમજ બ્યુટીફીકેશન કરવા અંગે મહત્વની મહાનગરપાલિકાના પદાધિકારી-અધિકારીઓ તેમજ રેલ્વે વિભાગના ડીઆરએમ, ડીસીએમ અને બાંધકામ વિભાગના અધિકારીશ્રીઓ ભાવનગરના લોકપ્રિય સાંસદ ડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠક યોજાઈ હતી.
ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં આવતા રેલ્વેના અન્ડરબ્રીજ ઓવરબ્રીજ તેમજ નોનયુજ જમીનોના બ્યુટીફીકેશન તેમજ ગંદકી હટાવવા માટે તેમજ દબાણો દુર કરી સુવિધાસભર બનાવવા માટે સ્થળ પર રૂબરૂ તપાસ કરી ચાર વર્ષ દરમ્યાન રેલ્વે વિભાગ દ્વારા થયેલ કામગીરી ની સમિક્ષા માટે આજ રોજ ૨૨/૦૬/૨૦૧૮ લોકપ્રિય સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ ની અધ્યક્ષતામાં રેલ્વે વિભાગના અધિકારી ડીઆરએમ, ડીસીએમ ઇજનેરઓ તેમજ કમિશનર, મેયર માનભા મોરી, ડે.મેયર અશોકભાઈ બારૈયા, સ્ટે.કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ભાવનગર શહેર ભાજપા અધ્યક્ષ સનદભાઈ મોદી, તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર ડૉ.ધીરુભાઈ શિયાળ,પરેશભાઈ પંડયાની ઉપસ્થીમાં બેઠક મળી. ભાવનગર મહાનગરના તખ્તેશ્વર સ્ટેશન પાસેના રેલ્વેના જર્જરિત સ્ટેશનો ઈમલો હટાવી મુખ્યમાર્ગને ચારમાર્ગી બનાવવા તેમજ દબાણ દુર કરી બ્યુટીફીકેશન કરવા સમજુતી થઇ
ભાવનગરના સંસ્કારમંડળ તથા આતાભાઈ ચોક સુધીના રેલ્વે વિભાગની જમીનમાં પ્રતાપ શાહ અને તેમની ટીમ દ્વારા-જોગીંગપાર્કને મંજુરી આપી-પુનઃ ગ્રીનરી અને બ્યુટી ફીકેશન ભાવનગરના માર્ગને સુંદર રાખવા સોપવા નિર્ણય થયેલ.
ભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના રેલ્વે ક્રોસિંગ-અન્ડરબ્રીજ/ ઓવરબ્રીજ બનાવવા-કનેકટીવીટી વધારવા ભાવનગર-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેઈનની માંગણી કરવા તેમજ જુદા-જુદા શહેરને જોડતી ટ્રેઇનોના સમયમાં ફેરફાર કરવા-લાંબા અંતરની ટ્રેનોને લંબાવવા જેવા અનેક પ્રશ્નોની રજુઆતો-દસ્તાવેજો અંગે પૂર્ણ રૂપે વિચારણાઓ-ચર્ચાઓ અને આયોજન કરી-રેલ્વેને લગતા મોટા ભાગના પ્રશ્નોના નિકાલ બાબતે રેલ્વે વિભાગના ડીઆરએમ અને ડીસીએમ દ્વારા સહયોગ આપવા જણાવેલ છે.