ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં ખોજા શિયા ઈસ્ના અશરી જમાત દ્વારા હ.ઈ.હુસૈન અ.સ.ને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે જાહેર શોક મજલીસનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથી કરેલ આ શોક સભાનાં મુખ્ય વકતા ઝૈદપુર મૌલાના અલી રીઝવાને સંબોધન કરેલ તેમણે તેમના સંબોધનમાં હ.ઈ.હુસૈનના જીવન ચરિત્ર વિષે માહિતી આપેલ અને તેમણે ઈમામ હુસૈન અ.સ.એ યઝીદના ઝુલ્મની સામે ઝુક્યા વગર માનવતાનાં સિધ્ધાંતોને બચાવવા માટે કુરબાની આપી તેની વિગતો આપેલ કરબલાના શહિદોના માનમાં મોહર્રમ માસની દસમી તારીખ (આશુરના દિવસે)તાજીયાઓ બનાવીને ઈમામનો ગમ મનાવે છે. તેની વિગતો આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન એડવોકેટ સીરાજભાઈ નાથાણીએ કરેલ. શોક મજલીસ બાદ તાજીયા સાથેનું માતમી જુલુસ હ.અબ્બાસ અ.સ.ના અલમ તથા હ. ઈમામના ઝખ્મી ઘોડા દુલદુલ સાથે શહેરના માર્ગ ઉપર ફરેલ હતું. અને જે જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડેલ.