સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેન્ની એન્ટોની રોલેન ફોરે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે આજે ગુજરાતની એક માત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની આજે મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના મહાનિયામક ડૉ. જે. એમ. વ્યાસે રાષ્ટ્રપતિને આવકારી વિવિધ પ્રવૃત્તિઓથી અવગત કરાવ્યા હતા.
સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ તા.૨૨ જૂન ૨૦૧૮ના સાંજે હવાઇ માર્ગે અમદાવાદ પધાર્યા છે. રાત્રી રોકાણ બાદ તેઓ તા.૨૩ જૂન ૨૦૧૮ના રોજ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી ત્યાંથી તેઓ મ્યુઝીયમ અને હ્રદયકુંજ સહિતની મુલાકાત લઇ ગાંધી આશ્રમ-સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી જ્યાં ગાંધીજીવન દર્શનથી પરિચિત થયા હતા.