ગાંધીનગરની શાળામાં મુખ્ય સચિવ ર્ડા. જે.એન.સિંઘના હસ્તે પ્રવેશવિધી સંપન્ન

1186

રાજયના મુખ્યસચિવ ર્ડા. જે.એન.સિંઘના હસ્તે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે ગાંધીનગરની સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે આંગણવાડી, ધોરણ-૧ અને ધોરણ-૯ ના બાળકોની પ્રવેશવિધી સંપન્ન થઇ હતી.

આ પ્રસંગે રાજયના મુખ્યસચિવ ર્ડા. જે.એન.સિંઘ દ્વારા પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત બાળકોને મોટા થઇ કયા ક્ષેત્રે આગળ વધવા માંગો છો..? તેવો પ્રશ્ન કર્યો હતો. તે પ્રશ્નના જવાબમાં મોટા ભાગના વિધાર્થીઓ એઆઇ.એ.એસ, આઇ.પી. એસ, ર્ડાકટર, એન્જીનિયર અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માંગતા હોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમજ પોલીસ કર્મી કોણ બનવા માંગે છે? તેના જવાબમાં કોઇ વિધાર્થીએ આંગણી ઉંચી કરી ન હતી. તેમજ રાજકરણમાં કારર્કિદી બનાવવા માટે પણ અમુક વિધાર્થીઓએ ઇચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યસચિવે પોતે પણ પટનાની સેંટ ઝેવિયર્સ શાળાના વિધાર્થી હોવાનો ગૌરવ વ્યક્ત કરીને તમામ વિધાર્થીઓને તેમના પસંદગીના ક્ષેત્રેમાં આગળ વધવા માટેની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘે વિધાર્થીઓને પોતાના અભ્યાસ દરમ્યાન સોશ્યિલ મીડિયા, ઇન્ટરનેટ અને મોબાઇલ સાથે ઓછામાં ઓછો સમય વીતાવવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તે ઉપરાંત શાળાના વિધાર્થીઓ દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે રીતે કાર્યક્રમનું સંચાલન અને વક્તવ્ય આપવામાં આવ્યું હતું. બાળકોની ત્રણેય ભાષા પરનું પ્રભુત્વ જોઇને મુખ્યસચિવે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ મુખ્યસચિવએ પણ ત્રણ ભાષાનો ઉપયોગ કરીને પોતાનું પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

મુખ્યસચિવ ર્ડા. જે.એન.સિંઘ અને મહાનુભાવોના હસ્તે સેકટર-૬ની આંગણવાડીના ૫ ભુલકાઓ, સેકટર-૮ની પ્રાથમિક શાળાના ૨૦ વિધાર્થીઓ અને સેંટ ઝેવિયર્સ શાળામાં ધોરણ-૯ મા ૨૨૯ વિધાર્થીઓની પ્રવેશવિધી સંપન્ન કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ધોરણ-૩ થી ૮ ના વર્ગખંડમાં પ્રથમ નંબર મેળવનાર વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સેંટ ઝેવિયર્સ શાળાના વિધાર્થીઓ દ્વારા સ્વચ્છતા અને પાણી બચાવો વિષય પર પોતાનું વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. મુખ્ય સચિવના હસ્તે શાળાના સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Previous articleકર્કશ એરહોર્ન ધરાવતા વાહનોને ડિટેઇન કરી લેવા અંગે ફરમાન
Next articleસર્વોત્તમ ડેરી દ્વારા વિશ્વ યોગ-ડેની ઉજવણી કરાઈ