લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઠળીયા કે.વ. શાળામાં યોગની ઉજવણી

2138

આંતર રાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૧૮ અંતર્ગત યોગ એ ભારતીય સંસ્કૃતિમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. યોગ એ મનુષ્યને શારીરિક અને માનસિક રીતે ખુબ જ મદદકર્તા છે આમ યોગના અનેક ફાયદા ફક્ત ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ સ્વીકારતું થયું છે. જેના ભાગરૂપે તા.૨૧ મી જૂન ને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જે અંતર્ગત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ઠળિયા કેન્દ્રવર્તી શાળા અને જ્ઞાનમંજરી હાઇસ્કુલ, રાળગોન. તા. તળાજા બંને શાળાઓના સહયોગથી ૨૧ મી જુન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૧૮ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓએ વજ્રાસન, સવાસન, તાડાસન, ભુજંગાસન, પદ્માસન વગેરે જેવા આસનો કર્યા હતા. આ ઉપરાંત તજજ્ઞ દ્વારા આ આસનો અને તેનું મહત્વ વિષે માહિતી આપી હતી.

આંતર રાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૧૮ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં બંને શાળાના કુલ ૬૬૦ વિધાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન બંને શાળાના આચાર્ય શ્રી તેમજ શિક્ષકો દ્વારા સહકાર આપવામાં આવેલ.

Previous articleઅંબરીશ ડેરનાં કાર્યાલયનું ઉદ્દઘાટન
Next articleધોલેરા સ્વામીનારાયણ મંદિરે વિશ્વયોગ દિન ઉજવાયો