ર૧ જુન વિશ્વયોગ દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત પ્રયત્નોના લીધેત ેમજ માનવ સુખાકારી સ્વસ્થ ચિત્તે માનસીક – શારિરીક સુખાકારી જો પ્રાપ્ત કરવી હશે તો દરેક વ્યકિતએ યોગ કરવા જરૂરી છે. યોગએ તમામ રોગોના ઈલાજ માટે અતિ ઉપયોગી છે. યોગએ માનવીના દરેક કાર્ય સાથે યોગાનું યોગ જોડાય છે. માનવી જે તે પ્રવૃત્તિ કરે છે તે યોગ સાથે જોડાયેલ રહે છે. દિવસ બાદ રાત્રિનું સેશન ચાલું થાય છે. ત્યારે અંતિમ આસન એટલે સવાસનની સ્થિતિ આવે છે. યાને આરામદાયક સ્થીતિને સવાસન તરીકે ઓળખવામાં આવે છે.
વિશ્વ યોગ દિન ધોલેરા તાલુકા અંતર્ગત સ્વામી નારાયણ મંદિર ધોલેરા ખાતે યોજવામાં આવેલ. જેમાં ધોલેરા મામલતદાર કચેરીના ના.મા.કુલદિપસિંહ અજીતસિંહ મોડ, મહેશભાઈ કે.પ્રજાપતિ – ટી.ડી.ઓ., તેમજ જેઅ.ને.વિદ્યામંદિર ધોલેરાના આચાર્ય કે.ડી. ચુડાસમા, સર્વ શિક્ષકગણ, ધોલેરા પોલીસ સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોલેરાના તમામ કર્મચારીગણ, મામલતદાર કચેરીત થા તાલુકા પંચાયતના કર્મચારીઓ યોગ દીન નિમિત્તે હાજર રહી યોગ કર્યા હતાં. યોગ દિન નિમિત્તે ધોલેરા હાઈસ્કુલના વ્યાયામ શિક્ષક એ.એમ.અસારી દ્વારા યોગ કરવવામાં આવેલ, સાથે યોગથી થતા ફાયદાઓ અંગે પણ સરસ માહિતી આપી સુયોગ્ય સંચાલન કર્યું હતું.