રાજુલાના નિંગાળા ૧ ગામના પાટીયા પાસે ગત મોડી રાત્રે ટ્રક પુલ પરથી પાણી ભરેલા અને કાદવ કિચડના ખાબોચીયામાં ખાબકતા અનેક લોકો ટ્રક નિચે દટાયા હતા. અને ઘટનાની જાણ થતા જ ઈજાગ્રસ્તોની બચાવ કામગીરી અર્થે અહી આજુબાજુના ગામોના આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલીન ધોરણ બચાવ કામગીરી શરૂ કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ મહુવાના મોટા જાદરા ગામેથી કોળી સમાજના રમેશભાઈ લાખાભાઈ જોળીયાનો પરિવાર પુત્રની સગાઈ પ્રસંગે જાદરા ગામેથી બપોરે ૨ વાગ્યાના સુમરે ટ્રકમાં સગાઈની જાન જોતરીને ઉના નજીકના ગામડે સગાઈ કરવા ગયો હતો ત્યારે સગાઈ ગીતો સાથે સહુ કોઈ આનંદમય રીતે સગાઈ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભાવનગર-ઉના હાઈવે પર રાજુલાના નીંગાળા ગામે પહોચીયો હતો તેવામાં સામેથી આવિ રહેલ અન્ય વાહનની લાઈટોથી ટ્રક ડ્રાઈવર અંજાઈ જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો ટ્રક પુલની દિવાલ તોડીને નિચે ખાબક્યો હતો. અને ગોજારી દુર્ઘટના સર્જાય હતી.
આ રંઘોલા વાળી ગોેજારી દુર્ઘટના જેમ જ કરૂણતા ભરી હતી અહિ સગાઈ કાર્ય પૂર્ણ કરીને પરત આવિ રહેલ પરીવારનો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની દુર ઘટના જાણ થતા પ્રથમ નિગાળાના સરપંચ હરસુરભાઈ લાખોત્રણા અને વિકટરના સરપંચ મહેશભાઈ મકવાણાની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ટ્રકમાં ૬૦ જેટલા લોકો સવાર હતા તમામ લોકો અહિ ટ્રક નિચે દબાયા હતા ક્રેઈનની મદદ તમામ લોકોને સેવાભાવી યુવાનો દ્વારા મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા અને મોડે સુધી અહિ શોધખોળ શરૂ રખાઈ હતી અકસ્માતમાં ભોગ બનનાર તમામને બચાવ્યા અહિ પક્ષ પાત નાતજાત ભુલીને લોકો દોડ્યા હતા.
અકસ્માતના પગલે અહિ ૧૦થી વધુ એમ્બ્યુલન્સની મદદ વડે તમામ ઈજાગ્રસ્તોને સારવારમાં અને મૃતકોની ડેડ બોડીને પી.એમ. અર્થે રાજુલા જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ, સેવાભાવિ લોકો સહિત હજારો માણસો ઉમટી પડ્યુ હતું. અકસ્માતથી જાણ અમરેલીના એસ.પી. નિલિપ્ત રાયને થતા જ રાત્રીના રાજુલા હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયા હતા અહિ રાજુલાના ધારાસભ્ય તથા પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી સહિતની ટીમો તેમજ દરેક સમાજના આગેવાનો, નિંગાળાના સરપંચ હરસુરભાઈ લાખોત્રણાની ડો.શીવ લાખોત્રણા સહિત આજુબાજુના ગ્રામજનો સેવાકિય કાર્યમાં આખી રાત ખડે પગે રહિને માનવતા દાખવી હતી. પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા સી.એમ. ઓફિસથી ઘટનાની જાણ કરાઈ હતી. અને તમામ મૃતકો અને ઈજાગ્રસ્તોની માટે સહાય અંગે રજુઆત કરાઈ હતી. ત્યારે સી.એમ. ઓફિસ ખાતેથી ઘટના અંગેના અહેવાલો વહિવટી તંત્ર પાસેથી મંગાળ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. આ અકસ્માતમાં એક જ પરિવારના બે સગ્ગાભાઈઓ અને એક બહેનો એમ ત્રણ માસુમ બાળકો ના મોત થયા હતા જેમાં ૩ બાળકો ૨ મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. ગુજરાતભરમાં ટ્રક જેવા વાહનોના ગંભીર અકસ્માતો જેવા કે રંઘોળા દુર ઘટના સરતાનપરના રહિશોની દુર ઘટના જેવી અનેક ગંભીર દુરઘટના સર્જાતી હોવા આરટીઓ કે પોલીસ તંત્ર દ્વારા આવા વાહન ચાલકો સામે કડક હાથે કામ ન લેવાતા બનતી હોવાનુ લોકો જણાવી રહ્યા હતા સરકાર દ્વારા ટ્રક જોવા લોડેડ વાહનોમાં મુસાફરી સામે કોઈ કડક કાયદો બનાવામાં આવે તેવી લોક માંગ ઉઠી પામી છે.
મૃતકોની નામાવલી
ે હરેશ રમેશભાઈ શીયાળ ઉ.વ.૧૨ રહે માળીયા તા.મહુવા
ે રીંકુબેન ઉ.વ.૧૪ રહે માળીયા તા.મહુવા
ે જયસુખ ઉ.વ.૧૭ રહે માળીયા તા.મહુવા
ે ભાનુબેન રમેશભાઈ ભીલ ઉ.વ.૩૬ રહે માળીયા તા.મહુવા
ે સમજુબેન અરજણભાઈ સોલંકી ઉ.૫૦ રહે દુધેરી
ે કેસરબેન સામજીભાઈ બારૈયા ઉ.૫૦ નવાજાયા મહુવા
ે ભરતભાઈ લાખાભાઈ જોળીયા ઉ.૩૬ રહે મોટા જાદર