ભાવનગર શહેર અને જિલ્લામાં ભીમ અગીયારસના તહેવાર નિમિત્તે તીનપત્તીનો જાહેરમાં જુગાર રમતી રહેલા ૬૦ ગેમ્બલરોને પોલીસે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
બનાવની મળતી વિગતો મુજબ શહેર નજીકના અધેવાડા ગામ ફુલઝરીયા હનુમાન મંદિરની પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં મનસુખ હીરાભાઈ, મુકેશ નાગજીભાઈ, પોપટ ધરમશીભાઈ, લાલુ ચંદુભાઈને ભરતનગર પોલીસે રોડ કરી રોકડ રૂા. ૩૬પ૦ની મત્તા સાથે ઝડપી લીધા હતાં. જયારે દાઠા પોલીસે નાના ધાણા ગામે બાતમી રાહે રેડ કરી જાહેરમાં જુગાર રમતાં માવજી શામજીભાઈ જાદવ, જયસુખભાઈ બાળાભાઈ રાઠોડ, વિરૂ કાનાભાઈ ભમ્મ અને જેન્તી ઠાકરશીભાઈ રાઠોડને રોકડ રૂા. પ૬૭૦ની મત્તા સાથે ઝડપી લીધા છે. તેમજ ઉમરાળા પોલીસે ચોગઠ ગામે રેડ કરી તીનપત્તીનો જુગાર રમતાં વીપુલ ગોવિંદભાઈ ડાભી, કાળુ મહંમદભાઈ સલોત, કાળુ કુરજીભાઈ મકવાણા, સંજય ગોવિંદભાઈ ડાભી અરમાન વજુભાઈ ચોહાણ, અશોક દેવજીભાઈ સોલંકી સંજય ગોરધનભાઈ સોલંકી અને અતુલ ઠાકરશીભાઈને રોકડ રૂા. ૧૧,૪પ૦ની મત્તા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. જયારે ગારિયાધાર પોલીસે નવાગામ અને સીતારામનગરમાં પુર્વ બાતમી રાહેર ેડ કરી વિપુલ મનસુખભાઈ સોલંકી, ભરત ધનજીભાઈ સોલંકી, કાંતીભાઈ ચૌહાણ અને પ્રવિણ ધનજીભાઈ સોલંકીને રોકડ રૂા. ૪ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. બાદ બીજી રેડમાં ધીરૂઈ લધરાભાઈ ચૌહાણ, વિજય ધીરૂભાઈ મકવાણા, જગદિશ હિરાભાઈ ખીમાણીયા અને ભાવેશ વીરભાઈને રોકડ રૂા. ૩,૪૦૦ સાથે ઝડપી લીધા હતાં. તેમજ સોનગઢ પોલીસે સણોસરા ગામે તેમજ આંબાલા ગામે બાતમી રાહે રેડ કરી જુગારની બાજી માંડી બેઠેલા મનસુખ મેરાભાઈ મકવાણા, વાલજી છગનભાઈ ચોહાણ, અજય રમેશભાઈ ચૌહાણ, શરદ કાન્તીભાઈ ત્રિવેદી અને કલ્યાણ છગનભાઈને કુલ રૂા. ૬,૩૦૦ની મત્તા સાથે ઝડપી લીધા હતાં. તેમજ આંબલા ગામેથી રાજુ દામજીભાઈ ચૌહાણ, મહેશ નારૂભાઈ ચૌહાણ, શિવા બોધાભાઈ, કલ્પેશ કનજીભાઈ વાઘેલા અને મુકેશ દામજીભાઈ ચૌહાણને કુલ રૂા. પર૭૦ની મત્તા સાથે ઝડપી લીધા હતાં અને વલ્લભીપુર પોલીસે વાવડી ગામે રેડ કરી જાહેરમાં જુગાર રમતાં વિજયસિંહ ગંભીરસિંહ ગોહિલ, ધીરૂ પોપટભાઈ ચૌહાણ અને જીતુ કિશોરભાઈ વણોદરીયાને રોકડ રૂા.પ,૮૯૦ની મત્તા સાથે ઝડપી લીધા છે.જ યારે વલ્લભીપુર પોલીસે બીજી રેડ કાળાતળાવ ગામે કરી હરાજીતનો જુગાર રમી રહેલા મનજી મેઘજીભાઈ સોલંકી, જીવરાજ લાલજીભાઈ મકવાણા, રમેશ બિજલભાઈ સોલંકી, રાહુલ જીવરાજભાઈ મકવાણા, પ્રકાશ ખોડાભાઈ મકવાણા અને પ્રકાશ જીવરાજભાઈ મકવાણાને રોકડ રૂા. ૧૦ હજાર સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. તેમજ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટાફ ઠાડચ ગામે રેડ કરી ટાઢાવાડ જવાના રસ્તે તીનપત્તીનો જુગાર રમતાં જોરૂ જીલુાભાઈ કેશુભાઈ જીલુભાઈ, ધુધાભાઈ મેરાભાઈ, નાગજીભાઈ ભાભલુભાઈ અને ધીરૂ ચીથરભાઈને રોકડ રૂા. ૪૭ર૦ અને ચાર મોબાઈલ મળી કુલ રૂા. ૭૭ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ શહેરના આડોડીયાવાસ કતલખાનાની બાજુમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા રામુ રમણભાઈ પરમાર, યુનુસ શેરૂભાઈ શેખ, જલ્પેશ ઘનશ્યામભાઈ પટેલ, રવિ રમેશભાઈ હોળદીયાં, વિજય વિજાભાઈ પરમાર, ઈરાન અહેસાનખાન પઠાણ અને વિપુલ કાન્તીભાઈ કહારને ઘોઘા રોડ પોલીસે પુર્વ બાતમી રાહે રેડ કરી રોકડ રૂા. ૧૬૩૦૦ની મત્તા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. મહુવા પોલીસે ખોડિયારનગર વિસ્તારમાં બાતમી રાહે રેડ કરતાં જાહેરમાં જુગાર રમી રહેલા બાબુ હમીરભાઈ ગુજરીયા, નરેશ વિજાભાઈ ચૌહાણ, શામજી રવજીભાઈ ગુજરીયા, દિપક ભુપતભાઈ ગુજરીયા, રમેશ બાબુભાઈ ગુજરીયાને રોકડ રૂપિયા ૧પ૦૦ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
રેલ્વે ક્વાર્ટર પાસે તીનપત્તીનો જુગાર રમતાં આઠ ખૈલયા ઝડપાયા
શહેરનાં દેસાઈનગર રેલ્વે ક્વાર્ટરની પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલાં આંઠ ખેલૈયાઓને આર.આર.સેલની ટીમે બાતમી રાહે રેડ કરી ઝડપી લીધો હતો.
ગુજરાત રાજ્યનાં ડીજીપી દ્વારા દારૂ અને જુગારની ખાસ ડ્રાઈવ તા,૧૨/૦૬ થી તા,૨૬/૦૬ સુધી રાખવામાં આવેલ હોય,ભાવનગર રેંન્જનાં રેપીડ રીસ્પોન્સ સેલ(આર,આર,સેલનાં) આઇ,જી,પી,અમિતકુમાર વિશ્વકર્માની સુચના ભાવનગર રેંન્જમાં ભીમ અગિયાર નાં તેમજ આગામી રથયાત્રા નાં તહેવારો અનુસંધાને રેંન્જનાં સીટી/તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સધન પેટ્રોલીંગ રાખી ગેરકાયદે પ્રવૃત્તિ ને સદંતર નેસ્ત નાબુદ કરવાની સુચના મુજબ આર,આર,સેલનાં ઇન્ચાર્જ ઁજીૈં.બી,એસ,મકવાણા હેડ,કો,ગંભીરસિંહ ચુડાસમા,પો,કો,ઉમેશભાઇ સોરઠીયા ,પો,કો,ભયપાલસિંહ ગોહિલ,પો,કો,અજયભાઇ ઉપાધ્યાય,પો,કો,યોગેન્દ્રભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતાં ફરતાં દેસાઇનગર પેટ્રોલપંપ પાસે પહોંચતાં સાથેનાં પો.કો.યોગેન્દ્રભાઇ ચાવડાને બાતમી રાહે હકિકત મળેલ કે દેસાઇનગર પાસે આવેલ રેલ્વે કવાટર્સ બજરંગદાસબાપાની મઢુલી પાસે સ્ટ્રીટ લાઇટનાં અજવાળે જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતાં હોય તેવી હકિકત મળતાં તુરંતજ હકિકત વાળી જગ્યાએ જુગાર રમતાં ઇસમો હરદેવભાઇ લાલજીભાઈ ચૌહાણ,ઉ.વર્ષ ૩૪.રહે કુંભારવાડા અગર સોસાયટીપ્લોટ નં ૩૧ , રાજુભાઇ ચંદુભાઇ મકવાણા ઉ.વર્ષ ૨૬ રહે હાદાનગર પ્લોટ નં ૮૯,લાલજી ઉર્ફે લાલો મનજીભાઈ મકવાણા ઉ.વર્ષ ૩૦ રહે મેપાનગર બહુચરાજી માતાજી નાં મંદિર પાસે, હરેશ ઉર્ફે મુંન્નો નાગજીભાઈ રહે મેપાનગર પ્લોટ નં ૬૬, અરવિંદભાઇ કરશનભાઇ ડાભી રહે દેસાઇનગર ઝવેરભાઇ ની વાડીમાં શેરી નં પાંચ સુબ્રમણીયમન ઠેંગાવેલ બીસરીયા રહે મેપાનગર રામજીભાઈ મોતીભાઇનાં મકાનમાં ભાડેથી, પંકજભાઇ લક્ષ્મણભાઇ ગૌસ્વામી મહારાજ રહે હાદાનગર શિવશક્તિ સો.હનુમાનજીનાં મંદિર પાસે , અજયભાઇ સવજીભાઈ મકવાણા રહે હાદાનગર પ્લોટ નં ૧૮ માધવ મેડીકલ પાછળ વાળાઓને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પટ્ટમાંથી ગંજીપતાનો કેટ રોકડા રૂપિયા ૨૭,૬૭૦/ તેમજ મોબાઇલ ફોન નંગ ૦૯ તેની કિંમત રૂ.૩૩,૦૦૦/ તેમજ બે મો.સા તેની કિંમત રૂ ૫૫,૦૦૦/ કુલ ટોટલ કિંમત રૂપિયા ૧,૧૫,૬૭૦/ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ મુજબ આર.આર.સેલનાં હે.કો.ગંભીરસિંહ ચુડાસમા દ્વારા સરકાર તરફે ફરીયાદી બની બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.