મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નયાબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની રાજય સરકારે ખેડૂતોને સૌર ઊર્જાથી સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્વિના નવા દ્વારા ખોલી આપતી મહત્વપૂર્ણ કિસાન હિતકારી યોજના સૂર્યશકિત કિસાન યોજના એસકેવાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ યોજના ની જાહેરાત કરતા કહ્યું છે કે, ગુજરાતના ખેડૂતો બાવડાના બળે અને પરિશ્રમની પરાકષ્ટા સર્જનિ ધરતીમાંથી સોનુ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. રાજય સરકારે ખેડૂતોને પુરતી વીજળી, પાણી, ખાતર અને આધુનિક કૃષિ જ્ઞાન આપીને કૃષિ વિકાસ દર ડબલ ડીઝીટે પહોંચાડયો છે. હવે, સૂર્ય શકિતનો ખેતી વપરાશ માટે ઊર્જા ઉત્પાદનમાં વિનિયોગ કરીને આ ધરતી પુત્રોને વધુ સિંચાઈ અને વધારાની વીજળીના વેચાણ દ્વારા આર્થિક સમૃદ્વિ તરફ લઈ જવા આ નવતર યોજના શરૂ કરી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઊર્જા રાજયમંત્રીની સૌરભ પટેલ આજે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી. ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની કિસાન હિતલક્ષી સંવેદનાની પરિપાટીએ રાજય સરકારે જાહેર કરેલી એસકેવાય -સ્કાય યોજના વર્ષ ૨૦૨૨ સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પમાં આ યોજના પૂરક બનવાની છે. ઊર્જા મંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સૌરશકિત-સૂર્યશકિતનું મહત્તમ ઉત્પાદન વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન થયું છે.
આ સૌર ઊર્જાથી હવે રાજયના ધરતીપુત્ર ખેતી વિષયક વીજ ઉત્પાદન પોતાના જ ખેતરમાં જાતે જ કરીને તેનો ઉપયોગ સિંચાઈ માટે કરી શકે તેવો કિસાન હિતકારી આશય આ સ્કાય યોજનાનો છે તેમ ઊર્જા મંત્રીએ ઉમેર્યું હતું. સૌરભ પટેલ આ સ્કાય યોજનાની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે, સ્કાય સૂર્યશકિત કિસાન યોજનાનો એ રાજયના ધરતીપુત્રો માટે વિકાસની ઊંચી ઊડાન બની રહેશે.
ખેડૂત અને રાજય સરકાર બેય માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરનારી આ સ્કાય યોજનામાં ધરતીપુત્ર સોલાર પેનલ પોતના ખેતરમાં લગાવીને જે સૌરઊર્જા ઉત્પન્ન કરશે તેની પોતાની કૃષિ વિષયક વપરાશની વિજળી બાદ વધેલી વીજળી રાજયની વીજ કંપનીઓને વેચાણથી આપશે અને તે માટે તેને વધારાની આવક પણ મળતી થશે. સમગ્ર દેશમાં સૌપ્રથમ અમલ કરવાનું ગૌરવ ગુજરાતને મળશે. પોતાના જ ખેતરમાં સૌર ઉર્જા ઉત્પાદન સોલાર પેનલથી ખેડૂત કરી શકશે. ગુજરાતનો કિસાન ખેતી વિષયક વીજ વપરાશ બાદ વધતી શૌરઉર્જા અને વીજળી સરકારને વેચી આર્થિક સમદ્ધિ મેળવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ૬૦ ટકા સબસીડી રહેશે. સોલાર પેનલના કુલ ખર્ચના માત્ર પાંચ ટકા રકમ ખેડૂતરને ભરવાની રહેશે. રાજ્ય સરકાર ખેડૂત તરફથી ૩૫ ટકા રકમની સાત વર્ષ માટે સસ્તા વ્યાજની લોન લેશે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૧૩૭ ફિડર સ્કાય પાઈલોટ પ્રોજેક્ટમાં સામેલ કરાયા છે.