અગામી લોકસભા ચૂંટણીમાં આ ૧૨ સાંસદની કપાઈ શકે છે ટિકિટ

4074

લોકસભા-૨૦૧૯ને લઈને માઈક્ર પ્લાનિંગ કરવા ભાજપની ચિંતન શિબિર ૨૪ અને ૨૫ એસજીવીપી ખાતે મળી રહી છે. રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ભગવો લહેરાવવા રોડમેપ તૈયાર કરાશે. પરંતુ વિધાન સભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને જોતા લોકસભાની તમામ બેઠકો જીતવી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા બરાબર થશે. ભાજપનાં જ આંતરિક સર્વે મુજબ ૭૦ ટકા બેઠકો પર જોખમ સૌથી વધુ છે.

આગામી ૨૪ અને ૨૫ તારીખે અમદાવાદના એસજીવીપી ખાતે ભાજપની ચિંતન શિબિર મળી રહી છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્શ અમિત શાહ, સીએમ , ડે.સીએમ., પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભીખુભાઇ દસસાણિયા સહિતના નેતાઓ આગામી લોકસભા ચૂંટણીને અનુલક્શીને ભાજપના આંતરિક સર્વેને અનુલક્શીને મંથન કરશે.

શું આવ્યો છે ભાજપનો આંતરિક સર્વે અને કયા મુદ્દા પર થઇ શકે છે મંથન? તેના પર એક નજર કરીએ તો, રાજ્યની ૨૬ લોકસભા બેઠકોમાં સૌથી વધુ ૮ બેઠકો સૌરાષ્ટ્ર-કચ્છની છે. ત્યારબાદ અનુક્રમે ઉત્તર ગુજરાતની ૭, મધ્ય ગુજરાતની ૬ અને દક્ષિણ ગુજરાતની ૫ બેઠકો છે. જેમાંથી માત્ર ૬ બેઠકો જેવી કે ગાંધીનગર , સુરત, વડોદરા, અમદાવાદ પશ્ચિમ, ભાવનગર, પોરબંદર ભાજપ માટે સલામત કહી શકાય, બાકીની ૨૦ બેઠકો પર ભાજપ માટે ખતરાની ઘંટડી વાગી રહી છે.ભાજપના આંતરિક સર્વે મુજબ આગામી લોકસભા ચૂંટણી માં ૨૬ માંથી અડધો અડધ વર્તમાન ઉમેદવારો પડતા મૂકવા પડે તેવી સ્થિતિ છે. ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણી હવે ૯૦ વર્ષના થઇ ચૂકયા છે. ઉંમર અને ઇચ્છા શક્તિનો અભાવ અહીં ઉમેદવાર બદલવા માટે કારણભૂત છે. હવે તેમની પોતાની જ ઇચ્છા ચૂંટણી લડવાની નથી તેમ મનાઇ રહ્યુ છે. પાટણમાં લીલાધર વાઘેલા ચૂંટાયા પછી તદન નિષ્ક્રિય છે. ઉંમરલાયક હોવાથી નેક્સ્ટ ચૂંટણી લડી શકે તેમ નથી, તદઉપરાંત તેમના પુત્રએ હાલમાંજ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે.

અને પુત્રએ કોંગ્રેસનો ખેસ પહેર્યા બાદ લીલાધર વાઘેલાએ પક્ષમાં રહીને પક્ષ વિરોધી નિવેદનો શરુ કરી દીધા છે.

સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા સામે ઘણાં કાનૂની કેસ છે. તે બીજેપીમાં હોવા છતાં બીજેપીને ટેકન ફોર ગ્રાન્ટેડ તરીકે લેવા માટે જાણીતા છે. તેઓ ચુવાડીયા કોળી છે. ને ભાજપે જીતવું હોયતો તળપદા કોળીને ટીકીટ આપવી પડે તેમ છે.

વલસાડમાં કે.સી.પટેલ કે.સી.પટેલ પર અગાઉ યુપીની એક એડવોકેટ જાતીય શોષણનો આરોપ લગાવી ચૂકી છે. આ આરોપને લઇને તેમના મત ક્ષેત્રમાં તેમની પ્રતિષ્ઠા ખરડાઇ છે. જે આગામી ચૂંટણીમાં અવરોધ બને તેમ છે.

એક સમયે શંકરસિંહ વાઘેલા સાથે ખજુરાહો કાંડમાં શામેલ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ બેફામ એન્ટી બીજેપી નિવેદનો શરુ કર્યા છે. પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ભાજપ માટે નુકશાન કારક છે.

જીગ્નેશ મેવાણી જેવા દલિત યુવાઓ સામે ભાજપને કોઇ આક્રમક દલિત નેતા ની જરુર છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી આક્રમક નેતા નથી. તેમજ એન્ટી ઇન્કમબન્સી ટાળવા પણ હવે તેમને બદલવા જરુરી છે.

સાબરકાંઠા દિપસિંહ રાઠોડનો તેમના મતક્ષેત્રમાં ભારે વિરોધ છે. ત્યાંના સ્થાનિક ભાજપમાં પણ તેમની સામે રોષ છે.

પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણ ફીઝીકલી ફીટ નથી. પ્રજા માટે દોડવુ પડે પરંતુ, તે ખુદ ચાલી શકવાની સ્થિતિમાં પણ નથી. તદઉપરાંત અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પુત્રવધુને ટિકીટ આપવા મામલે બબાલ ના ઘર કરીને પોતાનું મહત્વ ગુમાવ્યુ છે.

મહેસાણામાં પાટીદારોની સંખ્યા વધારે છે. પરંતુ, જયશ્રીબેન પટેલ એક પાટીદાર મહિલા તરીકે મતદાતાઓને આકર્ષવામાં નિષ્ફળ નિવડયા છે. અહીંથી વિધાનસભામાં નિતીન પટેલ પણ માંડ-માંડ જીતી શકયા હતા.

અમરેલીમાં વિધાનસભા ચૂંટણીમાં આખુ અમરેલી એન્ટી બીજેપી બન્યુ અને પરિણામોમાં જે ખુવારી વહોરવી પડી તે જોતાં હવે અહીંયા નારણભાઇ કાછડિયાના મજબૂત ઓપ્શન આવશ્યક બની ચૂકયો છે.

અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલને લોકો વચ્ચેના નેતા બનવાની તક મળવા છતાં, પરેશ રાવલને માત્ર અભિનેતા બની રહેવામાં રસ છે. લોકોપયોગી કાર્યોના નામે નહિંવત કામગીરી હોવાને કારણે લોકોમાં રોષ છે. અમદાવાદ પૂર્વમાં લઘુમતીઓની સંખ્યા વધુ હોવાને કારણે આ સીટ પર ઉમેદવારમાં બદલાવ થઈ શકે છે.

પોરબંદરમાં વિઠ્ઠલ ભાઇ રાદડિયાની તબિયત સતત નાદુરસ્ત હોવાને કારણે આ સીટ પર ઉમેદવાર બદલવો ફરજીયાત છે.

Previous articleબુલેટ ટ્રેનના વિરોધમાં ખેડૂત સમાજ ગુજરાતે માંડ્‌યો મોરચો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે