ગુસ્તાખી માફ

943
smiley.jpg

મુખ્યમંત્રીની વધુ પડતી સરળતાનો કેટલાક તત્વો લાભ ઉઠાવી જાય છે કે શું 
મુખ્યમંત્રીની સરળતા કે મુસ્લીમ તુષ્ટીકરણ, નામ બદલવાથી ખબર ન પડી હોય કે પછી ચૂંટણીના મત મેળવવા માટે ગમે ત્યાં પહોંચી જવુ જે ગણો તે પરંતુ એક કાર્યક્રમમાં જવાનું હતું ને છેલ્લી ઘડીએ એક સજજને કરેલા ફોને મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલયમાં દોડધામ મચી જવા પામી હતી. 
એક આયોજનમાં જવાના દિવસે જ એક સજજને મુખ્યમંત્રીને જાણ કરી કે તમે બેક ગ્રાઉન્ડ તપાસ્યા વગર ગમે ત્યાં જવા છો ? તમને ખબર છે જેના ત્યાં જાઓ છો તેના … ૧, ર, ૩ ધંધામાં પકડાયેલ છે. અને તમારા જેવા સજજન અને સરળ મુખ્યમંત્રીને રોજ ફોટા પડાવી ચૂંટણીમાં તેનો વિપરીત ઉપયોગ થાય તેવો મોકો ન આપવો જોઈએ. થોડીવાર તો મુખ્યમંત્રી પણ વિચારમાં પડી ગયા કે હવે શું કરવું અને શુ ના કરવું ?આ પ્રકારના લોકો પાસે એવી કલા હોય છે કે તે આજુબાજુના લોકો દ્વારા પોતાની છાપ ઉભી કરીને વાતાવરણ બનાવે છે જેથી ખાસ  કાંઈ ખબર ન પડે પરંતુ નરેન્દ્ર મોદી તથા આનંદી બહેન આ બાબતે પુરેપુરી કાળજી રાખતા તેમના દ્વારા તેના બેક ગ્રાઉન્ડ તથા સંપૂર્ણ તપાસ બાદ જ એપોઈનમેન્ટ આપવામાં આવતી આવા આયોજકોએ તેમને લાવવા પણ પ્રયત્ન કર્યા હતા પરંતુ કયારેય સફળ થયા ન હતા. 
જો કે પછી તેનો રસ્તો કાઢવા વગર આમંત્રણે બીજા પાસેના જ તેવડા મોટા કાર્યક્રમમાં જવાનું તાત્કાલિક મુખ્યમંત્રીએ ગોઠવવુ પડયું જેથી તેમની નિર્દોષતા સાબીત થઈ શકે અથવા લોકો માટે જ ગયા હોય તેવું ચિત્ર ઉભુ કરી શકાય પરંતુ સરળતા એટલી પણ ન હોવી જોઈએ કે લોકો તેનો ફાયદ પણ ઉઠાવી જાય. ખરેખર મુખ્યમંત્રીની સરળતાનો કેટલાંક તત્વો ફોટા પડાવી લાભ ઉઠાવતા હોય છે જોકે હોંશિયાર માણસો ગમે તેવી હોશિયારી કરે પરંતુ કુદરત આગળ બધુ નકામુ છે આખરે પડતી આવેજ છે…

કોંગ્રેસના ઘરમાં લાગેલી આગના અંગારા કયારેક ફરી આખું ઘર ના સળગાવે….
કોંગ્રેસ વર્ષોથી પોતાની અંદરની જુથબંધીમાં જ રાચતી હોવાને કારણે ભાજપની સામે કયારેય સારી રીતે લડી શકતા નથી. હમણાં જ ગાંધીનગર તાલુકાની રાંધેજાની બેઠક પર જે આંતરિક લડાઈનો ખેલ થયો તે જ પ્રયોગ આગળ રાજયમાં પણ ચાલુ રહે તો કોંગ્રેસને કોઈ બચાવી શકશે નહીં અને આ છેલ્લી તક ગુમાવશે તો તેને ફરી કદીય ઉભા થવાનો મોકો મળે કે ન મળે તે હવે કહેવું મુશ્કેલ બનશે. 
કોંગ્રેસમાં જુથબંધી માટે માટે પક્ષને બાજુ પર મુકીને રથઝંડા અજમાવવવામાં આવે છે. તેનાથી પક્ષને તો નુકશાન થાય છે પરંતુ તેમાં રહેલા પક્ષમાં વિશ્વાસ ધરાવતા લોકોના મત પણ વેસ્ટ જાય છે અને સામેની પાર્ટીને સીધી રીતે જ લાભ થાય છે. ઘર ફૂટે ઘર જાય તેવું કોંગ્રેસમાં બને છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને લગભગ છેલ્લી તક છે. જો આ વખતે એન્ટી એસ્ટાબ્લીસ મતોનો લાભ તે અંદર અંદર ઝઘડશે તો જતો રહેતાં વાર નહીં લાગે બીજી તરફ ભાજપમાં સંપૂર્ણ પકડ સાથેની શિસ્ત છે જેથી સહેજ તક મળશે તો ફરી પાછી કોંગ્રેસને પછાડતાં વાર નહી લાગે અને ફરી પાછો એકડો ઘૂંટવા માટે ર૦૧૯ સુધી રાહ જોવાનો વારો આવશે. જીત્યા પહેલાં પોતાનું સ્થાન નકકી કરવા માંગતા લાલચુ નેતાઓને લગામ કસવાનો સમય પાકી ગયો છે. તેવા લોકો હશે ત્યાં સુધી કોંગ્રેસ બેઠી થઈ શકશે નહીં લોકોને વિશ્વાસ અપાવવાની જરૂર છે કે કોંગ્રેસ સબળ, સારો વિકલ્પ બની શકે તેમ છે. જેથી લોકોને વિકલ્પની જરૂર છે તે મળી રહે, જન વિકલ્પના નામે ભાજપની બી ટીમના ધજજીયા ઉડી ગયા છે. લોકોને હવેતેની અસલીયતની જાણ થઈ ગઈ છે બાકી હવે કોંગ્રેસના હાથમાં છે કે તેણે જીતવું છે કે હારવું છે !

અલ્પેશ ઠાકોરની માંગ પરંતુ તેને મહત્વ કેમ મળતું નથી ! પાટીદારો જેવું 
અલ્પેશ ઠાકોરના સંગઠને અનેક વાતો, માંગણીઓ સાથે અલ્ટીમેટમ આપ્યા છે, પરંતુ સરકાર તેને વધુ ખાસ મહત્વ આપતી નથી અને જેમ પાટીદારો માટેના સમાધાન માટે પ્રયત્નો કરવામાં આવે છે તેવા કોઈ પ્રયત્નો તેમના માટે કોઈ કરતું નથી. તે પણ નવાઈની વાત તો ગણાય જ ને !
અલ્પેશ ઠાકોરના સંગઠન અને અલ્ટીમેટ બાદ પણ ખાસ ધ્યાન નહીં આપવાનું કારણ તેના પોતાના બદલાતા સ્ટેટમેન્ટ છે અને રાજકીય લાભ માટે જ કરાતા પ્રયત્નો છે તેવું કહેવામાં ખાસ વાંધો નથી. એકવાર લગભગ ભાજપમાં જવાની જાહેરાત કરશે તેવું લાગતું હતું પરંતુ પછી પાછો વિચાર બદલીને સરકાર સામે પડકાર ફેંકવાની રણનીતિ બદલ તેના પ્રત્યે જ લોકોને અનેક શંકાઓ, કુશંકાઓ છે. હમણાં જ કોઈની જમીન પડાવી લીધી હોય તેનો વિડિયો વાઈરલ થયો છે સમાજ માટે કામ કરતાં હોય તેની પ્રતિભા સ્વચ્છ હોવી જરૂરી છે અને સમાજ ને બદલે રાજકીય લાભ લેવાની વાત આવે ત્યારે કેટલાંક યુવાવર્ગ તરત જ સાવધાન થઈ જતો હોય છે. તેવું જ તેની દરેક ચાલ પર તેમના જ સમાજના યુવા વર્ગની નજર છે અને તેના દરેક પગલાંને સપોર્ટ મળશે તેવું માની લેવાની જરૂર નથી. જેવું શક્તિસિંહના નિર્ણય બાદ બન્યું તેવું જ તેના કોઈ એક નિર્ણય પછી થવાની પણ પુરી સંભાવના છે જ !! 

બોર્ડ-કોર્પોરેશનના ચેરમેનની જગ્યાએ માત્ર બાબુઓનું જ રાજ : ભાજપના કાર્યકરો નારાજ 
ભાજપના ર૦ વર્ષના શાસનમાં કાર્યકરોની પક્ષના માણસોને કોઈ જગ્યાએ ચેરમેન, સભ્યો તરીકે નિમણૂંક નહી કરવાથી પણ ખુબ અસંતોષ જેવું વાતાવરણ ચૂંટણી નજીક આવતાં દેખાવા લાગ્યું છે અને જુના ર૦ કે રપ વર્ષના કાર્યકરોને પણ પોતાને શું ? કોના માટે મજુરી કરવાની ? જે લોકો સત્તા ભોગવે તેમને માટે ? અને આટલા લાંબા શાસન બાદ પણ પોતાને કોઈ લાભ કે યોગ્ય ન ગણવામાં આવે અને તેમનાથી પાછળ અવોલા લોકને તેમના પર રાજ કરવા બેસાડવામાં આવે તેનાથી કાર્યકરોમાં નારાજગી એટલી બધી વધતી જાય છે કે કોઈપણ પ્રોગ્રામ કરવો હોય તો સંખ્યા પોતે જ કરવાની હેવ જરુરિયાત ઉભી થાય છે. તેમાંથી નર્મદા રથ દ્વારા સ્પષ્ટ ખ્યાલ આવવા લાગ્યો છે કે કેટલો વિરોધ તેમનો થઈ રહ્યો છે. સરકારી બાબુઓના રીપોર્ટ પર ચાલી શકાય નહી. સરકારી બાબુઓનું સામ્રાજય હાલ તો ભાજપના શાસનકાળમાં રહ્યું છે. બોર્ડ કોર્પોરેશન હોય કે અન્ય રાજકીય જગ્યાઓમાં નિમણુંક નહી આપવાથી જે તે સચિવો કે એમડી જ નિર્ણયો કરતા હોય છે જેમાં અધિકારીઓનું બાબુરાજ વધુ ચાલ્યું છે જેમાં ફકત ભાજપના જ નહીં તમામ લોકોએ કયાંકને કયાંક ભોગ બનવાનો વારો આવ્યો છે. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ર૦ વર્ષના શાસનકાળમાં એકપણ આવી જગ્યાઓ ભરાઈ નથી અને તેવી બધી જગ્યાએ ખરા અર્થમાં બાબુઓ ફાવ્યા ગણાય. 

Previous articleકોંગ્રેસે ત્રણ પેઢીથી ગુજરાતને અન્યાય કર્યો છે : અમિત શાહ
Next articleગાંધીનગરથી નવી રાજકીય પાર્ટીની જાહેરાત