ભુરખીયા હનુમાનજી મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

1138

દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પમાં ૧૭૦ દર્દીની તપાસ ૪૪ દર્દીઓને મોતીયાના ઓપરેશન કરાયા. જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને લાયન્સ ક્લબ અમરેલી સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે તા.ર૦-૬ને બુધવારના સવારના ૮-૦૦ સંપૂર્ણ ફ્રી સારવાર તપાસ કરી આપવામાં આવેલ. ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સહયોગથી દર માસના ત્રીજા બુધવારે યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં સુદર્શન નેત્રાલયના તબીબી સ્ટાફ અને લાયન્સ ક્લબ જિલ્લા અંધત્વ નિવારણના સંયુક્ત ઉપક્રમે યોજાતા કેમ્પમાં લાઠી, દામનગર સહિતના ગ્રામ્ય વિસ્તારના જરૂરીયાતમંદ દર્દીઓ લાભ મેળવી રહ્યાં છે.

Previous articleમોદી પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મરણાર્થે ૧૧ લીમડાનું શહેરમાં વૃક્ષારોપણ કરાયું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે