બરવાળા ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

1646

બરવાળા ખાતે ક્ષત્રિય કારડિયા રાજપુત યુવા સંગઠન છઠ્ઠો સરસ્વતી સન્માન તેમજ શ્રેષ્ઠતા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નરેન્દ્રસિંહ અસ્વાર (પ્રમુખ કારડિયા રાજપુત સમાજ ધંધુકા) કમલેશભાઈ રાઠોડ, ભોલાભાઈ મોરી, પ્રતાપભાઈ બારડ, વિજયસિંહ ડાભી (નાયબ મામલતદાર), અશોકસિંહ વાળા (નાયબ મામ.)વિરેન્દ્રસિંહ ડોડિયા (નાયબ ટી.ડી.ઓ)ભગવતસિંહ ગોહિલ (ડી.વાય.એસ.પી.ઓ. ગાંધીનગર)માધુભા પઢીયાર સહિતના રાજપૂત સમાજના આગેવાનો હોદ્દેદારો, કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ક્ષત્રિય  કારડિયા રાજપૂત યુવા સંગઠન બરવાળા દ્વારા આજરોજ કે.બી.એમ. ગર્લ્સ હાઈસ્કુલ ખાતે ધો. ૧ થી ૧૨નાં તેજસ્વી વિદ્યાર્થીઓનો છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ તેમજ ઉચ્ચ સિધ્ધી મેળવતા યુવક યુવતિઓનો શ્રેષ્ઠતા સન્માન સમારોહ સમાજના આગેવાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોને પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ધો.૧ થી ધો.૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ અને મોમેન્ટ આપી સન્માનવામાં આવ્યા હતા તેમજ છેલ્લા એક વર્ષમાં સરકારી નોકરી મેળવનાર તેમજ વિશિષ્ટ સિદ્ધી પ્રાપ્ત કરનાર યુવાનોને શીલ્ડ અને મોમેન્ટ આપી સન્માનવામાં આવ્યા હતા. ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા જેમા રાજપૂત સમાજના યુવાનો તેમજ યુવતીઓને વધુમાં વધુ શિક્ષણમાં આગળ વધવા હાંકલ કરી હતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈ સિધ્ધી હાંસલ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે કારડિયા રાજપૂત યુવા સંગઠન બરવાળા તાલુકાની યુવા ટીમને પણ સન્માનવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બરવાળા શહેર તેમજ તાલુકામાંથી કારડિયા રાજપૂત સમાજના આગેવાનો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ક્ષત્રિય કારડિયા રાજપુત યુવા સંગઠન (બરવાળા તાલુકા)ની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleજાફરાબાદ તાલુકાનાં વારાહ સ્વરૂપ અને મીઠાપુર પ્રા.શાળામાં પ્રવેશોત્સવ યોજાયો