સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલમાં યોગ દિવસની ઉજવણી કરાઈ જેમાં ધોરણ-૪ થી ૧૧નાં ૧૨૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૫૦થી વધારે શિક્ષકો દ્વારા યોગનાં જુદા જુદા આસનો વિશે જીવનમાં યોગનું મહત્વ સમજાવાયુ હતું. વિદ્યાર્થીઓએ સૂર્યનમસ્કાર પ્રાણાયામ તેમજ વિવિધ પ્રકારનાં આસનો કરી તેમનાં ફાયદા વિશે સમજણ કેળવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી સંચાલક આચાર્ય તેમજ વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારનાં તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.