જાફરાબાદ તા.પં. પ્રમુખ પદેથી કરણભાઈ બારૈયાને હટાવવાનું કાવતરૂ નિષ્ફળ

885
guj292017-3.jpg

જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે બે અલગ-અલગ મિટીંગોનું આયોજન પર આખા તાલુકાની જનતાનું ધ્યાન કેન્દ્રીત હતું અને ઈન્તેજારીનો અંત આવ્યો અને કરણભાઈ બારૈયા તાલુકા પ્રમુખને હટાવવાનો વિઘ્ન સંતોષીઓનો દાવ ફેલ થયો. તાલુકાભરના સદસ્યો, તાલુકા પ્રમુખ કરણભાઈની ૮, ભાજપ ૮ કોંગ્રેસની સીટો આવેલ જેને ટાઈ પડેલ પણ પ્રમુખ તરીકે ભાજપના કરણભાઈ બારૈયાને માજી ધારાસભ્ય કોંગ્રેસના પ્રતાપભાઈ વરૂએ તેના ૮ સમર્થકો કોંગ્રેસના આવેલ હોય પણ કરણભાઈને સાથ આપેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કરણભાઈ જ યોગ્ય છે જે આજે પણ સાબીત કરી બતાવ્યું. બીજી તો આ વર્ષની સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી એચ.ડી. વાઢેર તેમજ તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયાની અધ્યક્ષતામાં આયોજન થયું. જેમાં વિસ્તરણ અધિકારી એમ.કે. નિસરતા, ડેપ્યુટી એકાઉન્ટ નિમ્બાર્ક, પુનાભાઈ ભીલ, જિલ્લા પંચાયત સદસ્ય મસરીભાઈ તાલુકા પંચાયતના બાબભાઈ, ચેરમેન છગનભાઈ વાઘેલા, શાંતિભાઈ સરપંચ મીઠાપુર તેમજ માજી પ્રમુખ અને તાલુકા સદસ્ય નાજભાઈ બાંભણીયા, મનુભાઈ વાજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રખમાઈબહેન કવાડ, તાલુકા સદસ્ય ઉકાભાઈ સોલંકી, ચંદુભાઈ મીતીયાળા, રોહીસાથી ભુપતભાઈ વાઘેલા સહિત તમામ હોદ્દેદારોની હાજરીમાં સર્વાનુમતે કરેલ. વિવિધ ઠરાવો નિર્વિવાદે પસાર થવાથી વિઘ્નસંતોષીઓના હથિયાર હેઠા પડેલ.

Previous articleસિહોરમાં ડોક્ટર દ્વારા વિનામુલ્યે ૭૦૦૦ માસ્કનું ફ્રી વિતરણ કરાયું
Next articleહાર્દિકને તાકીદે મુક્ત નહીં કરાય તો ફરી આંદોલનની પાટીદારોની ચિમકી