આઝાદીના ૭૦ વર્ષ પછી ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્ઞાતિ-જાતિના નામે, અંદરો-અંદર લડાવીને સત્તા પ્રાપ્ત કરવાની જે હરિફાઈ ચાલે છે, તેના બદલાવ લાવી એક નવી વિચાર ધારા સાથે સમગ્ર રાજયની તમામ જ્ઞાતિ-જાતિ સંપીને રહે અને તમામનો વિકાસ થાય, લાખો નવ યુવાનોને રોજગારી મળી રહે તેવા શુભઆશયથી જ્ઞાતિ-જાતિ છોડો- ગુજરાતને જોડો ના નારા સાથે ગાંધીનગરથી એક નવી પાર્ટી સૌનું ગુજરાત જનતા પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે.
જેના સંયોજનકના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સરેરાશ ૪૦ વર્ષ કોંગ્રેસ અને રર વર્ષ ભાજપાએ રાજ કર્યું છતાં ગુજરાતમાં ભય, ભુખ અને ભ્રષ્ટાચારમાં દિન-પ્રતિદિન એટલો વધારો થઈ રહ્યો છે, જેનાથી સમગ્ર રાજયની જનતા પરેશાન છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શહેરો અને ગામડાઓમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર દિન-પ્રતિદિન કથળતું જાય છે. શિક્ષણ ક્ષેત્રે વેપાર અને દાદાગીરી વધતી જાય છે. નાના તેમજ મધ્યમ કક્ષાના ઉદ્યોગો ભાંગતા જાય છે.
સમગ્ર રાજયની જનતા કોંગ્રેસ અને ભાજપ બંન્ને પક્ષોથી પરેશાની છે. હાલ જનતા પાસે અન્ય કોઈ સારો વિકલ્પ ન હોવાથી કોંગ્રેસ અથવા ભાજપ બંન્નેમાથી કોઈપણ એકની પસંદગી કરવા મજબૂર થવું પડે છે. ત્યારે ગુજરાતની જના માટે આપણે સૌ એ ના છુટકે એક સારો વિકલ્પ આપવા સૌએ આગળ આવવું જોઈએ તેવી અપીલ કરી છે.