જાફરાબાદ તાલુકાના વારાહસ્વરૂપ તેમજ નાગેશ્રી પાસે મીઠાપુર ગામની પ્રાથમીક શાળાઓમાં આંગણવાડીના બાળકો તેમજ ધોરણ ૧માં પ્રવેશ મેળવતા ભુલકાનો પ્રવેશોત્સવ યોજાયો જાફરાબાદ તાલુકાના શિક્ષણ અધિકારીઓ તેમજ શાળાના આચાર્યો અને ગ્રામ પંચાયત સરપંચ ઉપ સરપંચ અને ગામ આગેવાનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહીત કરવા સારૂ બાળકોને સ્કુલ બેગ નોટબુક સહીતભેટ સોગાદો આપી પ્રોત્સાહિત કરાયા જેમા વારાહસ્વરૂપ શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો જેમા જાફરાબાદ કોલેજના પ્રોફેસર પરેશભાઈ બાંભણીયા સીઆરસી ભવનના જગદીશ સોલંકી શાળાના આચાર્ય કીસનભાઈ ડોડીયા તેમજ શીક્ષક સ્ટાફ અને એસ એમસી કમિટીના ભરતભાઈ તથા સભ્યો ઉપસરપંચ માલાભાઈ છનાભાઈ બારૈયા ગોબરભાઈ રવજીભાઈ, જાદવભાઈ શીયાળ, લખમણભાઈ, જેરામભાઈ, સહિત આગેવાનો ઉપસ્થિત રહેલ તેમજ નાગેશ્રી પાસે મીઠાપુર પ્રાથમીક શાળામાં પ્રવેશોત્સવ શાનદાર રીતે તાલુકા કક્ષાએથી આવેલ અધિકારી કે એમ મેઘનાથી ગામના સરપંચ શાંતીભાઈ વરૂ ઉપ સરપંચ હરેશભાઈ ભાલીયા સહિત ગામ આગેવાનોની ઉપસ્થિતીમાં બાળકોને પુસ્તકો અને કીટ સાથે મો મીઠુ કરાવી પ્રવેશોત્સવ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા મનુષ્ય તું બડા મહાન હે યોગા નિદર્શન દેશ ભક્તિગીત વગેરે કૃતિઓ રજુ કરેલ તેમજ શાળાના આચાર્ય વાળા અનિરૂધ્ધભાઈ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ મેઘનાથી દ્વારા શાળાનું વાતાવરણ કોઈ મોટી પ્રાઈવેટ સ્કુટ જેવુ ગણાવી શાળા તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોએ બનાવેલ વેસ્ટમાંથી બેસ્ટ રમકડાઓના ભરપુર વખાણ કરેલ.