એસઓજી પોલીસે શહેરના આખલોલ જકાતનાકા પાસે જાહેરમાં જુગાર રમતા ૮ ઈસમોને ૮૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસઓજી પોલીસની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા તે વેળા એવા પ્રકારે હકીકત મળી હતી કે આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલ દરબારગઢમાં સરાજાહેર જુગારધામ ચાલી રહ્યુ હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડી જુગાર રમતા હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વિજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ધીર ચીથર મકવાણા, હાજી ઉર્ફે મુન્ના ઈસા બિલખીયા, અબ્દુલ, રઝાક, અબુ પોપટીયા, ભાવેશ લવજી જાંબુચા, રમેશ સવજી મકવાણા, તથા અશોક કાંન્તી સરવૈયાને જુગારના પટમાં પડેલ રોકડ રૂા.૬૬,૩૦૦ તથા મોબાઈલ નંગ ૫ મળી કુલ રૂા.૮૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી તમામને ડી.ડીવીઝન પોલીસ મથકમાં સોપી ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.