તાજેતરમાં મહુવા રાજુલા રોડ પર નિંગાળા ગામ પાસે ગત તા.૨૨-૬ના રોજ એક ટ્રક પલ્ટી ખાઈ જતા ટ્રકમાં મુસાફરી કરી રહેલ ૭ વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણમોત નિપજ્યા હતા આ બનાવ સર્જીને નાસી છુટેલ ટ્રક ચાલકને પોલીસે ધરપકડ કરી છે.
ગત તા.૨૨-૬ના રોજ ઉના તરફથી ૩૫ થી ૪૦ વ્યક્તિઓ સાતેનો ટ્રક નં.જીજે -૩-વી ૯૩૮૮ મહુવાના મોટા જાદરા ગામ તરફ આવી રહ્યો હતો તે વેળા રાજુલાના નિંગાળા-૧ ગામ પાસે ટ્રક ચાલકની ગંભીર બેદરકારીના કારણે નાળા પરથી નિચે પલ્ટી ખાઈ જતા ૭ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા આ બનાવ સર્જીને ટ્રક ચાલક પુના શંભુ સાંખટ રે મોટા પીપળવા તા.મહુવા વાળો અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો જે સંદર્ભે નોંધાયેલ ફરિયાદ બાદ રાજુલાના પીપાવાવ મરીન પોલીસે ચાલક પુના શંભુ સાંખટ ઉ.૩૭ ટ્રક માલીક યાસીન હેલુ કુરેશી રે. કુંભણ તા.મહુવાવાળાની ધરપકડ કરી તપાસ હાથ ધરેલ જેમા એવુ તથ્ય ખુલવા પામ્યુ છે કે ઝડપાયેલ ટ્રક ચાલક પાસે ડ્રાઈવીંગ લાઈસન્સ સુધ્ધા નથી તથા વાહન ચલાવવાનો અનુભવ પણ નથી આથી આવા વ્યક્તિને ટ્રક ચલાવવા દેવા તથા ગંભીર અકસ્માત સર્જનાર ડ્રાઈવર તથા વાહન સોંપનાર માલિક વિરૂધ્ધ પણ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં અકસ્માતના સ્થળ પર રોડ રીનોવેશનનું કામ ચાલી રહ્યું હોય પરંતુ આ સ્થળ પર ભય સૂચક સિગ્નલ ન લગાવવા સબબ ‘વેલાણી રોડ બિલ્ડર લગાવવા સબબ’વેલાણી રોડ બિલ્ડર ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ બોમ્બેના પ્રોજેકટ મેનેજર, લક્ષ્મીનરસિમ્હા, બલરામદુ વિશ્વનાથની પણ ધરપકડ કરવામાં આવી હતી તથા આ ગુના સંદર્ભે પોલીસે આઈપીસી એક્ટ ૩૦૪, ૩૦૮, ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમવી એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ સાથે કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.