ભાવનગર શહેરમાં મેઘરાજાનું આગમન

1491

 

ભાવનગર,તા.૨૪

લાંબા સમય સુધી રાહ જોવરાવ્યા બાદ આજે આખરે ભાવનગર શહેરમાં સવારે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયુ હતું અને અડધો કલાક સુધીનાં ઝાપટામાં રસ્તા ઉપરથી પાણી નિકળી ગયા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ઉનાળાની કાળઝાળ ગરમી બાદ પણ ભાવનગર શહેરમાં વરસાદ ખેંચાતા લોકો ભારે મુંજવણમાં મુકાયા હતા અને ગરમીથી રાહત મેળવવા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે સવારના વાદળોનાં ગડગડાટ સાથે ભાવનગર શહેરમાં વરસાદનું આગમન થયુ હતું અને અડધો કલાક સુધી એક જોરદાર ઝાપટુ પડી ગયુ હતું બાદમાં ઉઘાડ નિકળ્યો હતો.

શહેરમાં સવારે વરસાદ પડતા લાકોએ રાહતનો અનુભવ કર્યો હતો અને કેટલાક લોકોએ તો પ્રથમ વરસાદમાં ભીંજવાનો આનંદ પણ માણ્યો હતો જો કે વરસાદ શરૂ થતાની સાથે જ શહેરનાં અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ જવા પામી હતી અને પ્રિ મોન્સુન કામગીરી પર પ્રશ્નાર્થ ઉઠવા પામ્યા હતા.

ભાવનગર શહેર ઉપરાંત સિહોર, ઘોઘા, વલ્લભીપુર, પાલીતાણા, ઉમરાળા પંથકમાં હળવો ભારે વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં ૯ મી.મી. વરસાદ નોંધાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

Previous articleનિગાળા-૧ નજીક અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવર ઝડપાયો
Next articleસિહોરમાં હવે સીસીટીવી કેમેરા લાગશે તે નક્કી : પોલીસે પોઈન્ટનું નિરીક્ષણ કર્યુ