સિહોરમાં છેલ્લા ઘણા સમય થી અભરાઈ પર ધૂળ ખાતી યોજનાને એકાએક અમલમાં લાવી તાકીદે બેઠકો મળી જેમાં ચર્ચાઓ થઇ વાતચીત થઈ તે જ રીતે કામગીરી અને કામકાજ આગળ ધપ્યું છે સૌ પ્રથમ અહી અગાઉના અધિકારી શક્તિસિંહ ઝાલાને યાદ કરવા રહ્યા પોતાના કાર્યકાળ દરમિયાન મહા-મહેનતે દાતાઓના સહયોગથી શહેરને સીસીટીવી કેમેરા ફિટ કરાવવા માટે રાત-દિવસ એક કરીને શહેરમાં એક સારી યોજના અમલમાં મુકવા માટે તન-તોડ મહેનત કરી હતી પરંતુ એ અધિકારીની જ બદલી થતા આ યોજના અભરાઈ પર ચડીને ધૂળ ખાતી હતી જે ગામની જ કમનસીબી અને દુર્ભાગ્ય ગણી શકાઈ શક્તિસિંહ ઝાલાની બદલી થયા બાદ ઘણા ખરા અધિકારી આવ્યા ને ગયા પરંતુ યોજના અભરાઈ પર જ રહી પરંતુ હાલના અધિકારી સોલંકી દ્વારા આ યોજના તાકીદે અમલમાં આવે તે હેતુથી ગઈકાલે બપોરે અચાનક જ શહેરના હિત માટે દાન અપાયેલ દાતાઓ સાથે તાકીદે બેઠક બોલાવીને જે રીતે ચર્ચાઓ થઈ વાતચીત થઈ તે મુજબની કામગીરી આજથી જ શરૂ થઇ છે અને કહી શકાય કે ઈચ્છાશક્તિ હોઈ તો બધું થઈ શકે ગઈકાલે નક્કી થયું તે મુજબ આજે એન્જીનીયર ને સાથે રાખીને તમામ ઍન્ડરસ પોઈન્ટોનું નિરીક્ષણ થયું ચર્ચાઓ થઈ અને ફરી આ યોજનાના અમલ માટે અને ગામના હિત માટે સિહોર પોલીસ અધિકારી સોલંકી અને દિપકભાઈ લકુમ આશિષભાઈ પરમાર સહિત દાતાઓ મહેનત કરી રહ્યા છે.