બોટાદ ખાતે દર વર્ષની પરંપરા અનુસાર કાઠી ક્ષત્રિય સેના દ્વારા વિજયા દશમીના પાવન પર્વને લઈને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં સંત ગણ તથા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
બોટાદના ગૌસેવક તથા કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સામતભાઈ જેબલીયાના અધ્યક્ષ પદે બોટાદ ખાતે પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિશાળ શોભાયાત્રા, સુર્યશક્તિ પૂજન તથા શસ્ત્રપૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શુભમ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ શસ્ત્રપૂજનમાં જગન્નાથ મંદિરના મહંત નાગેશ્વરીબાપુ, વાસ્કુરભાઈ ખાચર, રવિરાજભાઈ જેબલીયા, રઘુભાઈ ધાધલ, શિવકુભાઈ ખાચર, કુલદિપભાઈ માલા, જયરાજભાઈ જેબલીયા, અક્ષયભાઈ ધાધલ, વિરેન્દ્રભાઈ ખાચર, પૃથ્વીભાઈ બોરીચા, મહાવિરભાઈ ધાધલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.