26લાંબા સમયના ઈંતઝાર પછી ગાંધીનગરમાં મેઘો મહેરબાન બન્યો હતો. આજે વિધીવત વરસાદના અમીછાંટણા ગાંધીનગર પર પડતા ચારે તરફ ઠંડક પ્રસરી હતી અને ગરમીથી ત્રાસેલા નાગરિકોએ પ્રથમવાર હાશકારો અનુભવ્યો હતો. જા કે ત્યારપછીના ઉકળાટે નાગરિકોને અકળાવી મુકયા હતા.
જા કે પ્રથમ વરસાદે તો તંત્રની પોલ જ ખોલી નાખી હતી. અગાઉ ગટરો સાફ કરવાના આદેશને ગોળીને પી જનાર તંત્રને લીધે થોડા વરસાદમાં પણ શહેરમાં પાણી ભરાવાના કિસ્સા સામે આવ્યા હતા. જેના કારણે પ્રથમ વરસાદે જ નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો શરૂ થયો હતો. મનપા અને રાજય સરકાર બંન્ને હોવા છતાં પાટનગરની દશાથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.