જેડબ્લુએ દશેરાના દિવસે પોતાના સ્થાપના દિનની ઉજવણી છેલ્લા બાર વર્ષની જેમ રકતદાન શિબિર યોજીને કરી. પુરૂષોના લકઝરી લાઈફ સ્ટાઈલ રીટેીઈલ સ્ટોર જેડબ્લુએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે પોતાના સ્થાપના દિવસે દશેરાએ સળંગ બારમી વખત રકતદાન શિબિરનું આયોજન કર્યુ હતું. અમદાવાદ રેડક્રોસના સહયોગથી જડેબ્લુ દ્વારા પ્રમુખ નવ શહેરોમાં રકતદાન શિબિરનું આયોજન કર્યુ હતું. આ વર્ષે તમામ શહેરોની કુલ મળીને ૩૭પ લોહીની બોટલ એકત્ર થઈ હતી. જેમાં કંપનીના સીએમડી, ડાયરેકટર, એકિઝકયુટીવ ડાયરેકટર્સ, સ્ટાફમિત્રો માનવંતા ગ્રાહકો અને પડોશી સ્ટોર સભ્યોએ પણ રકતદાન કર્યુ હતું.