કેરીયા નં.૨ પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારોહ

1667

બોટાદ તાલુકાના કેરીયા નં.૨ પ્રાથમિક શાળાના શિક્ષક વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ગામના સરપંચ આગેવાનો તેમજ શિક્ષકગણ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલીત કેરીયા નં.૨ પ્રાથમિક શાળામાં છેલ્લા અઢાર વર્ષથી ફરજ બજાવતા શિક્ષક રજનીભાઈ જે મુધવા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય અને સન્માન પત્ર તેમજ મોમેન્ટો આપવામાં આવી હતી તેમજ ગ્રામજનો દ્વારા સાલ ઓઢાડી સન્માનવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણો જહેમત ઉઠાવી હતી.

Previous articleઠાકોરદાસબાપુની પૂણ્યતિથી ઉજવાઈ
Next articleઘોઘા તા.પં.પ્રમુખે ચાર્જ સંભાળ્યો