૨૫ જુન વિશ્વ સફેદ ડાઘ દિવસ નિમિત્તે સર ટી હોÂસ્પટલમાં ચામડી વિભાગ દ્વારા સફેદ ડાઘની જન જાગૃતિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સફેદદાઘ વિશેની અને તેને લગતી ગેરમાન્યતાઓને દર્શાવતા પોસ્ટર પ્રદર્શન અને માહીતી પત્રકોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સફેદડાઘ ધરાવતા અમુક દર્દીઓને બોલાવી તેમને રૂબરૂ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુપરીટેન્ડન્ટ ડોવિકાસ સિન્હા, ચામડી વિભાગના પ્રાધ્યાપક ડો. હીતા મહેતા સહપ્રાધ્યાપક ડો. ભાવેશ આÂસ્તક અને આર એમઓ હાજરી આપી હતી.