સુત પુરાણી બારોટ સમાજ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન પ.પૂ. શાન્તીબાપુના અધ્યક્ષ સ્થાને ૧૦૦ વિદ્યાર્થીઓને સ્કુલબેગ ચોપડા સહિત ભેટ અપાયા જેમા રાજુલા બારોટ સમાજના તેમજ રાજકોટ સહિત દરેક જિલ્લાના બારોટ સમાજ તેમજ દાતાઓના સન્માન કરાયા હતા. સુતપુરાણી બારોટ સમાજ ટ્રસ્ટ દ્વારા જુનાગઢ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન થયું જેમા રાજકોટ બારોટ સમાજના ભગવતી આશ્રમનાં મહંત શાંતીબાપુના અધ્યક્ષસ્થાને સમારોહ યોજાયો જેમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ તેજસ્વી તારલાઓનાં સન્માન તેમજ સ્કુલબેગથી લઈ અભ્યાસક્રમની કીટોનું વિના મુલ્યે વિતરણ કરાયુ જેમા રાજુલાથી ભીખુભાઈ બારોટ, દાદાભાઈ બારોટ ગઢડાથી એડવોકેટ હરેશભાઈ સોઢાતર, સાહીત્ય ક્ષેત્રે ગુલાબદાન બારોટ સહિતને સન્માનીત કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત સુતપુરાણી બારોટ સમાજ ટ્રસ્ટના પદાધિકારીઓ રમેશભાઈ સોનરાત પ્રમુખ, હેમુલભાઈ સોઢા ઉપપ્રમુખ તેમજ કારોબારીના વડિલ મોહનભાઈ સોનરાત, રાજુભાઈ લગ્ધીર, કિશોરભાઈ લગ્ધીર, ભીખુભાઈ કટારીયા, ચંદ્રકાન્તભાઈ અંકલેશ્વરીયા મોહનભાઈ લગ્ધીર, ભવદીપભાઈ લગ્ધીર, પરબતભાઈ લગ્ધીર અને અમભાઈ લગ્ધીર આમ ૧૧ની કારોબારી કમિટી દ્વારા બારોટ સમાજના તમામ વિદ્યાર્થીઓ સંપર્કમાં આવ્યા તેમા ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને ભેટ સોગાદો આપી અભ્યાસક્રમ બાબતે પ્રોત્સાહિત કરાયા.