ખુલ્લેઆમ ચાલતી દારૂની ભઠ્ઠીઓ, જુગારના અડ્ડા બંધ કરાવવા મહિલા મંડળની રાવ

1248

રાજુલાના ચાંચ ગામે ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે અને જુગાર અડ્ડાઓ ઠેર-ઠેર ખુલ્લી ગયા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને ચાંચ ગામની મહિલાઓએ રાજુલા નાયબ કલેક્ટરને લેખીતમાં રજૂઆત કરી ફરિયાદ કરી છે કે ચાંચ ગામે દારૂની ભઠ્ઠીઓના કારણે સામાન્ય અને ગરીબ વર્ગ બરબાદ થઈ રહ્યો છે અને યુવા પેઢી દારૂ-કોલા અને જુગારના રવાડે ચડી રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા સત્વરે ખુલ્લેઆમ ચાલતી દારૂની ભઠ્ઠીઓ, જુગારના અડ્ડા અને મેડીકલોમાં મળતું કોલા બંધ કરાવવામાં આવે નહીં તો મહિલાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવશે અને તેની તમામ જવાબદારી પોલીસ તંત્રની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Previous articleપાર્ટી પ્લોટનાં ગોડાઉનમાંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો ઃ ૩ ઝડપાયા ૧ ફરાર
Next articleસરદાર યુવા સંગઠન દ્વારા ઈનામ વિતરણ