શહેરના અલકા સિનેમા રોડ મોઢ જ્ઞાતિની વાડી પાસે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમી રહેલા સાત ઈસમોને નિલમબાગ પોલીસે બાતમી રાહે રેડ કરી રૂ.૯ર હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
નિલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાણાના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનના પીએસઆઈ યુવરાજસિંહ ગોહિલ, પો.કો. મુકેશભાઈ મહેતા, પો.કો. જીગ્નેશભાઈ મારૂ, પો.કો. અનિલભાઈ મોરી, પો.કો. રાજેન્દ્રભાઈ આહિર, પો.કો. રૂપદેવસિંહ રાઠોડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. જીગ્નેશભાઈ મારૂને બાતમી રાહે હકિકત મળેલ કે, અલકા સિનેમા મોઢ જ્ઞાતિની વાડી પાસે ખુલ્લી જગ્યામાં બેસી અમુક ઈસમો જાહેરમાં પૈસા પાના વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા હોય તેવી હકિકત મળતા તુરંત જ હકિકતવાળી જગ્યાએ જઈ જુગાર અંગે રેડ કરતા કુલ સાત માણસો રામાભાઈ શ્રીરામભાઈ ચૌહાણ, અલકા સિનેમા મોસમ હોટલ સામે, શકુર શેઠના ડેલામાં, મુકેશભાઈ હર્ષદરાય ભટ્ટ-બ્રાહ્મણ, રહે.મેપાનગર લાલટાંકી પાછળ રેલ્વે પરા ભાવનગર, સુરેશભાઈ ઉર્ફે સુરો મગનભાઈ દેગામા, રહે.અલકા સિનેમા મોસમ હોટલ સામે, રામદેવપીરની ડેલીમાં, પ્રકાશભાઈ ઉર્ફે બુધો હિંમતભાઈ મકવાણા રહે.કુંભારવાડા ગઢેચી રોડ, સલીમ ટ્રેડર્સની સામે, મફતનગર, સંજયભાઈ બાબુભાઈ ચુડાસમા-કો., રહે. વડવા પાળીયાધાર જુની શાકમાર્કેટ સામે, જેન્તીભાઈ સવજીભાઈ ચૌહાણ રહે.અલકા સિનેમા બોડીયા મહાદેવનો ખાંચો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પટ્ટમાંથી રોકડા રૂ.૧૬,પ૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૦૬ની કુલ કિંમત રૂ.પપ,૦૦ તથા મો.સા. નંગ-૦૩ તેની કિ.રૂ.૭૦,૦૦૦ તેમજ કિ.રૂ.૯ર,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઈસમો વિરૂધ્ધ જુગારધારા કલમ મુજબ નિલમબાગ પોલીસ સ્ટેશનના પો.કો. મુકેશભાઈ મહેતાએ ગુન્હો નોંધાવી ધોરણસર કાર્યવાહી કરવામાં