નવ નિર્મિત જાગસ પાર્કનું લોકાર્પણ

1034

શહેરના જ્વેલ્સ સર્કલ પાસે લાંબા સમયથી ફાઝલ પડેલ જમીન પર ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નિર્માણ કરાયેલ જાગસપાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મેયર, કમિશ્નર સહિતના હોદ્દેદારો ઉપÂસ્થત રહ્યા હતા.

શહેરના જ્વેલ્સ સર્કલથી નિલમબાગ તરફ જવાના રોડ પર ભાવનગર મહાનગરપાલિકાની જમીન લાંબા સમયથી પડતર હાલતમાં પડી હતી આ જમીન પર છાશવારે સર્જાતા દબાણોને લઈને મોટી સમસ્યા ઉદ્‌ભવતી હોય આ પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલાવવા માટે આ ફાઝલ જમીન પર જાગસપાર્કનું નિર્મામ બીએમસી દ્વારા હાથ ધરવામાં આવ્યુ હતું જે હોય વર્ષ સુધી ચાલ્યુ હતું જ્યાં સ્થાનિકો માટે સુંદર વોક-વે ફુવારા ગાર્ડન પિવાના પાણી સહિતની સુંદર વ્યવસ્થાથી સજ્જ આ જાગસ પાર્કનું આજરોજ વિધીવત લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે મેયર મનભા મોરી, ડે.મેયર અશોકભાઈ બારૈયા, યુવરાજસિંહ ગોહિલ પરેશભાઈ પંડ્યા, જલ્વીકાબેન ગોંડલીયા, સનતભાઈ મોદી, જાણીતા ઓર્થોસર્જન ડો.એસ.જે.સરવૈયા તથા કમિશ્નર ગાંધી તથા મહાનગર પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.

 

Previous articleઅલકા રોડ પર જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા
Next articleમહુવામાં ૧ ઈંચ, શહેરમાં ઝાપટા