ભાવનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં હળવો વરસાદ વરસ્યો હતો જ્યારે જિલ્લામાં મહુવા તાલુકામાં એક ઈંચ તથા અન્ય તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની ચેતવણી જાહેર કરી હતી જેમા ભાવનગર શહેર જિલ્લાનો પણ ચેતવણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહીને ૨૪ કલાક પૂર્ણ થયા બાદ ભાવનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં માત્ર ઝરમરીયો વરસાદ થયો હતો જ્યારે મહુવા તાલુકામાં એક ઈંચ જેવી મેઘ મહેર વરસી છે. આ સિવાય તળાજા પાલીતાણા, ગારીયાધાર, વલભીપુર, પંથકમાં હળવા ભારે ઝાપટાઓ વરસ્યા હતા તથા જેસર તાલુકામાં પણ અડધા ઈંચ વરસાદ થયો છે.
ખેડુતોએ જણાવ્યા અનુસાર લગાતાર બે દિવસ ધીમીધારે અઢીથી ત્રણ ઈંચ જેવી ધીંગી મેઘમહેર થાય તો વાવણી કાર્ય શક્ય બને બાકી વર્તમાન સમયે જે વરસાદ છે. તે જાતા વાવણી કાર્ય શક્ય નથી શનિવારથી શહેર જિલ્લામાં શરૂ થયેલ વરસાદના કારણે લોકોને કાળજાળ ગરમીમાંથી મુÂક્ત ચોક્કસ મળી છે. ગત સપ્તાહે ૪૦ થી ૪૧ ડિગ્રી જેવુ તાપમાન સડસડાટ ઘટીને ૨૯.૩ ડિગ્રી સેલ્સીયસ થઈ જવા પામ્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ બે દિવસ સુધી બારે વરસાદનું જાર રહેશે ત્યારે લોકો પણ સમગ્ર શહેર જિલ્લામાં ભરપૂર વરસાદ વરસે તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે.