૧ર ગામ ખેડૂત સંઘર્ષ સમિતિના સભ્ય કનકસિંહ ગોહિલએ જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી, મહેસુલમંત્રી, ભાવનગર એસ.પી. ઘોઘા મામલતદાર, તાલુકા મામલતદાર ભાવનગરને પત્ર પાઠવી એવા પ્રકારે જાણ કરી છે કે જમીન સંપાદન મામલે ઘોઘા પંથકના ૧ર ગામના ખેડુતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ઉકેલ અર્થે તંત્ર કે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવી રહ્યા હોય જેને લઈને જા આગામી દિવસ ૮માં સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે. જે આંદોલન દરમ્યાન કોઈ અઘટીત ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજય સરકારત થા તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું.