રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરૂનું કોંગ્રેસમાંથી રાજીનામું

1721

ગુજરાતમાં એકપછી એક મોટા નેતા કોંગ્રેસથી નારાજ થઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાએ નાજગી વ્યક્તિ કરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. રાજકોટના દિગ્ગજ નેતા ગણાતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનિલ રાજ્યગુરુ એ નેતા છે જેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણી સામે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા હતા. જોકે, તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. પ્રદેશની નારાજગીના કારણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું ઇન્દ્રનિલ રાજ્યગુરુ જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસમાંથી અને તમામ હોદ્દાઓ અને જવાબદારીઓમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામુ આપ્યા પાદ પૂર્વધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પ્રેસકોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એક જુથબંધીના ભાગરૂપે નિરિક્ષકો બહુમત કોર્પોરેટરોને સાંભળવાના બદલે એક કુવરજીનો અને એક ઇન્દ્રનિલભાઇનો આવી રીતે સ્ટેન્ડિંગ કમિટિમાં નામ મુકવા માગતા હતા. એ વાતનો પણ મારો વિરોધ હતો. ૨૨ કોર્પોરેટ નારાજ થાય એ નાપોશા ત્યાર બાદ બે નામ મુકવા એવી રીતો મેં કોંગ્રેસમાં જોઇ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાચી અને સારી વાત શું છે તેની બદલે હંમેશા એવું સમજાવામાં કે પાર્ટી પોલિટિક્સમાં આવું જ

આભાર – નિહારીકા રવિયા  હોય. હું કોઇ પાર્ટી પોલિટિક્સ કરવા નથી આવ્યો. હું રાજકારણમાં લોકોની સેવા કરવા આવ્યો છું. લોકોની સેવા કરવા માટે કોંગ્રેસ શ્રેષ્ઠ વિકલ્પ છે. લોકો માટે કોંગ્રેસના વિચારો સારા જ છે. ભાજપ કરતા કોંગ્રેસના વિચારો સારા જ છે. પરંતુ પ્રદેશમાં હંમેશા મેં મારી નારાજગી વ્યક્ત કરી છે. ભાજપમાં આ ભવે પણ નહીં અને આવતા ભવે પણ છે. દેશના સારા માટે કોંગ્રેસના વિચારો છે. ભાજપના વિચારો દેશના નિકંદન કાઢવા માટે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  હું પ્રદેશની નારાજગીથી કોંગ્રેસ છોડું છું. ક્યા પ્રકારની શું વાત છે એ તો ભવિષ્ય જ કહેશે. પરંતુ હું લોક સેવા ક્યારે નહીં મુકું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કયા માધ્યમથી લોક સેવા કરવી એ હું વિચારીશ.

Previous articleજમીન સંપાદન મામલે ખેડૂતો દ્વારા આવેદન
Next articleમેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલનો નિયમ યોગ્ય ઃ ગુજરાત હાઇકોર્ટ