ગારીયાધારમાં પિતા-પુત્રની હત્યા, આરોપી ફરાર

1574

ગારીયાધારનાં મફતપરા વિસ્તારમાં ગતરાત્રીનાં પીતા પુત્ર પર અમુક શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી લોહીયાળ ઈજાઓ કરી નાસી છુટ્યા હતા ઈજાગ્રસ્ત પીતા પુત્રને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોÂસ્પટલમાં ખસેડાતાં જ્યાં બન્નેનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે બેવડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ ગારીયાધારનાં મફતપરા વિસ્તારમાં ગત રાત્રીનાં બિપીનભાઈ ગોરધનભાઈ જીકાદરા ઉ.૩૦ અને તેના પીતા ગોરધનભાઈ ભગવાનભાઈ જીકાદરા ઉ.૫૦ પર આસીફ ઈકબાલભાઈ ભટ્ટી અને ત્રણ અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથીયારો વડે હુમલો કરી લોહીયાળ ઈજાઓ કરી નાસી છુટ્યા હતા બન્ને ઈજાગ્રસ્ત પીતાપુત્રને તુરત સારવાર અર્થે ભાવનગરની સર ટી હોÂસ્પટલમાં ખસેડાયા હતા જ્યાં ટુંકી સારવાર બાદ બિપીનભાઈનું મોત નીપજયુ હતું. જ્યારે પીતા ગોરધનભાઈનું વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે બેવડી હત્યાના ગુનામાં જેન્તીભાઈ નંદલાલ જીકાદરા રે અમરેલીની ફરીયાદ લઈ હત્યારાઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

હત્યાનાં કારણ અંગે ફરીયાદીએ બિપીનભાઈને આરોપી આસીફ ભટ્ટીની પત્ની  સાથે પ્રેમસંબંધ હોય અને બન્ને મૈત્રી કરાર કરી સાથે રહેતા હોવાથી આરોપીએ હત્યા કરી હોવાનું ફરીયાદમાં નોંધાયુ છે.

Previous articleમહુવામાં ૧ ઈંચ, શહેરમાં ઝાપટા
Next articleપાટનગરમાં વિધીવત મેઘાનું આગમન ઃ પ્રથમ વરસાદમાં જ પાણી ભરાયા