દ. ગુજરાતમાં ભારે વરસાદના પગલે સ્ટેટ કંટ્રોલે યોજી બેઠક, જિલ્લા કલેક્ટરોને કરાયા એલર્ટ

1095

દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા વરસાદને પગલે ગાંધીનગરમાં સ્ટેટ કન્ટ્રોલ દ્વારા તાકીદની બેઠક બોલાવાઈ હતી. ઉમરગામ સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી વિકટ સ્થિતિની બેઠકમાં સમિક્ષા કરવામાં આવી. બેઠકમાં દ્ગડ્ઢઇહ્લની ટીમ, નેવી કોસ્ટગાર્ડ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ હાજર રહ્યા અને રાહત બચાવના લેવાયેલા પગલાં અંગે ચર્ચા કરાઈ. ત્યારે રાહત કમિશનરે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેકટરોને એલર્ટ કર્યાં છે.  બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યના તમામ વિસ્તારમાં વરસાદ થશે. સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થશે.  તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. વરસાદની બે સિસ્ટમ બની છે. કચ્છમાં હાલમાં વધુ વરસાદની સંભાવના નથી.  બેઠક બાદ રાહત કમિશનરે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે વહીવટીતંત્ર એલર્ટ છે. તળાવ તુટવાની વાત ખોટી છે, જે ભારે વરસાદને કારણે ઓવરફ્‌લો થયું હતું. બસમાં ફસાયેલા મુસાફરોને એનડીઆરએફની ટીમે બચાવી લીધા છે.

Previous articleમેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલનો નિયમ યોગ્ય ઃ ગુજરાત હાઇકોર્ટ
Next articleગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી