ઉમરગામ જળબંબાકાર ઃ ૩૦ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ

2407

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાયા બાદ ગુજરાતભરમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયુ છે અને હવે ધીરેધીરે મેઘરાજા તેમની અસરનો પરચો આપી રહ્યા છે. હવામાનખાતાએ દક્ષિણ ગુજરાતમાં કરેલી ભારે વરસાદની આગાહી મુજબ, વલસાડના ઉમરગામમાં છેલ્લા ૩૦ કલાકમાં ૨૫ ઈંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ હતી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જાતાં ખુદ વલસાડ કલેકટર દ્વારા માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના જારી કરાઇ હતી. વલસાડમાં આજે સવારથી ૭ કલાકમાં ૯ ઈંચ વરસાદ ખાબકતાં જયાં જુઓ ત્યાં

આભાર – નિહારીકા રવિયા  પાણી જ પાણી નજરે પડે છે અને પંથકના લગભગ તમામ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. બીજીબાજુ, સુરતમાં વહેલી સવારે બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્‌યો હતો. અને સુરત જિલ્લામાં કામરેજમાં બે કલાકમાં ૩.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત, વલસાડ, ભરૂચ પંથકમાં ભારે વરસાદના કારણે રેલ્વે વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો, મોટાભાગની ટ્રેનો અડધાથી એકાદ કલાક સુધી મોડી ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં શનિવારથી શરૂ થયેલો વરસાદ આજે સતત ત્રીજા દિવસે યથાવત રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ઉમરગામમાં સૌથી વધુ એટલે કે, છેલ્લા ૩૦ કલાકમાં ૨૫ ઈંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે વલસાડ-વાપીમાં છેલ્લા ૭ કલાકમાં ૯ ઈંચ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્‌યો છે. જેના પગલે ટ્રેન અને વાહન વ્યવહારને અસર પહોંચી છે. જ્યારે સુરત જિલ્લામાં બારડોલી અને કામરેજમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ પડ્‌યો છે. બારડોલીમાં ૩ ઈંચ અને કામરેજમાં ૩.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. અને સુરતમાં વહેલી સવારે બે કલાકમાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના કલેક્ટરે ટિ્‌વટ કરી ચોમાસાની સક્રિયતા અને ભારે તીવ્રતાના કારણે માછીમારોએ ખુલ્લા દરીયામાં માછીમારી કરવા ન જવા અને દરીયો તોફાની થવાની શક્યતા હોવાની સૂચના જારી કરી હતી. ઉમરગામ, પારડી, વાપી, ધરમપુર સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે સ્થાનિક નાગરિકોની હાલત કફોડી બની હતી. ઉમરગામમાં આવેલું તળાવ ઓવરફ્‌લો થયું હતું. તળાવ ઓવરફ્‌લો થતા નારગોલ-મરોલી રોડ પર પાણી ફરી વળ્યાં હતા તો, આસપાસના ગામોમાં પણ તળાવના પાણી ઘૂસી ગયા હતા. ઉમરગામમાં છેલ્લા ૩૦ કલાકમાં ખાબકેલા ૨૫  ઈંચ વરસાદના પગલે સમગ્ર પંથકમાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું. સોસાયટીઓમાં, ઘરો-દુકાનો, કોમ્પલેક્ષ અને રોડ પર પાણી ફરી વળ્યા હતા. વાપી-સેલવાસ રોડ પર ચાણોદ ગામ પાસે રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા હતા. જેને લઇ નેશનલ હાઈ-વે પણ પ્રભાવિત થયો હતો અને માર્ગો પર વાહન-વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. વાપી-સેલવાસ રોડ અને રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા., રેલવે લાઈન પર પાણી ભરાતા રેલવે વ્યવહારને અસર પહોંચી હતી.રેલવે ટ્રેક પર વધુ પડતાં પાણી ફરી વળતા મોટાભાગની ટ્રેનો લેટ ચાલી રહી છે.હ વામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની શક્યતા છે. તો, દમણ, દાદરનગર હવેલી, વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેશે. આ સાથે તા.૨૭ અને ૨૮ જૂન દરમ્યાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

Previous articleગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Next articleત્રણ મોટી દુર્ઘટના બાદ પણ પરિસ્થીતિ યથાવત