ગાંધીનગરનાં ભાટ ખાતે આવેલી કોમ્પ્યુટર એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા અને સેકટર-ર૭માં રહેતા, સોહમ્ વ્યાસે ૯૦ ટકા હાંસલ કરીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
ગાંધીનગરનાં યુવાન વિદ્યાર્થી સોહમ વ્યાસ જીટીયુ સંલગ્ન એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે ડિગ્રી એન્જીનીયરીંગનાં આઠમા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. તાજેતરમાં જીટીયુ દ્વારા જાહેર કરાયેલા ઓનલાઈન રીઝલ્ટમાં સોહમને ૯૦ ટકા પ્રાપ્ત થતા, સમગ્ર કોલેજ સંકુલ, પરીવાર અને મિત્ર વર્તુળમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી.
ગાંધીનગર બ્રહ્મસમાજનાં અગ્રણી ઉમેશભાઈ વ્યાસનો પૌત્ર અને વરિષ્ઠ પત્રકાર મિલન વ્યાસનો પુત્ર સોહમ્ સાઈબર સિકયુરીટીમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. સોહમે પોતાની આ સફળતા માટે તેના દાદી વિદ્યાબેન અને માતા જિજ્ઞાસાબેનને યશ આપ્યો હતો.