કલોલ – છત્રાલ બંધના એલાનમાં સામસામે પથ્થરમારો

2923

છત્રાલ જીઆઇડીસીનાં ગેટ પાસે જ અજાણ્યા શખ્સો દ્વારા પાટીદાર યુવાનની ઘાતકી હત્યાનો ઉગ્ર વિરોધ કરતાં આજે સમગ્ર કલોલ બંધ રહ્યું છે, જ્યારે મૃતકના દીકરાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે પોલીસે તેને આત્મવિલોપન કરતો રોકી તેની અટકાયત કરી હતી. જેને પગલે હોસ્પિટલ ખાતે હાજર લોકોએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ સ્થિતિ વણસી હતી અને સિવિલ હોસ્પિટલના પાછળના ગેટે બન્ને જૂથના લોકો સામસામે આવી જતાં પથ્થરમારો થયો હતો. ઉલ્લેખનીય છે કે, પરિવારજનોએ બીજા દિવસે પણ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

હત્યા બાદ માહોલ સંવેદનશીલ બનતા પોલીસ ખડકી દેવાઈ હતી. જેમાં રેન્જ આઇજી, ઇન્ચા. ડિએસપી, ડીવાયએસપી તેમજ ડીવીજનના પીઆઇ, પીએસઆઇ, ૨ પ્લાટુન હથીયારધારી એસઆરપી તથા મહિલા પોલીસ સામેલ છે. છત્રાલમાં હિંદુ યુવકની હત્યાના પગલે લોકોમાં ભારે આક્રોશ હતો. સોમવારે કલોલ બંધના એલાનના મેસેજ બાદ શહેર બંધ રહ્યુ હતું. લોકોએ હાઈવે પર ઉતરી રસ્તા અવરોધ્યા હતા પરિણામે ભારે જામ સર્જાયો હતો.

કલોલના છત્રાલ ગામનાં રહેવાસી અશોક પટેલ છત્રાલ જીઆઇડીસી ફ્રેજ નં ૧ના ગેટ પાસે ગાડી પાર્ક કરી નાસ્તો કરવા બેઠા હતા. ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કરતા અશોકભાઇનું મોત નિપજ્યું હતું.

મૃતકના પુત્રે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદમાં કહ્યું હતું કે, ચાર માસ અગાઉ હિન્દુ મુસ્લિમ કોમના માણસો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મારા મારા પિતરાઈ કલ્પેશ ઉપર હુમલો કરાયો હતો. બે દિવસ અગાઉ મારા પિતાને મોહીનુરહક ઉર્ફે કાલુમિયાં, અસ્લમ ઉર્ફે બોળીયો, જકરમીયા માલીમિયા સૈયદ, અકરમ સૈયદ, મહેબુબ ઉર્ફે મલેક, બાબુ મુર્તુજાનો જમાઇ ફિરદોશ અને લતીફ કુરેશી મારી નાખવાની ધમકી આપી હતી.

Previous articleકોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં ૯૦ ટકા હાંસલ કરતો સે.-ર૭નો સોહમ્‌ વ્યાસ
Next articleસેંટ ઝેવિયર્સ પ્રાયમરી સ્કુલમાં ડીસ્ટ્રીકટ કંટ્રોલ પ્રોગ્રામ યોજાયો