સેંટ ઝેવિયર્સ પ્રાયમરી સ્કુલના વિદ્યાર્થીઓ હંમેશા વ્યસન મુકત રહે અને ટોબેકોના સેવનથી પોતે દુર રહે અને બીજાને દુર રાખે તેવા હેતુથી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા શાળાના ૧૧૦૦ વિદ્યાર્થીઓ માટે હિરનેભાઈ મિસ્ત્રી અને મમતાબેન કથીરિયાના માર્ગદર્શન નીચે કાર્યક્રમ યોજાયેલ. જેમાં ટોબેકોથી થતા ગેરફાયદા, ટોબેકોને કારણે થતા રોગો વિશે સવિશેષ સમજણ આપેલ. વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવેલ. સાથે શ્રેણી ૬, ૭, ૮ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા યોજેલ. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ડીસ્ટ્રીકટ ટોબેકો સેલ તરફથી ડ્રોઈંગ સીટ, કલર બોકસ, પેન્સિલ, શાર્પનર, ઈરેઝર અને ઈનામો આપવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભે પ્રિન્સીપાલ ફાધર જોબી મેથ્યુએ સ્વાગત પ્રવચન કરેલ. પી.આર.ઓ. નરેન્દ્રભાઈ પનારાએ કાર્યક્રમની રૂપરેખા આપેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક તરૂબેન આશરાએ કરેલ.