બરવાળા RSS દ્વારા પથ સંચાલન, શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો

1058
bvn1032017-5.jpg

બોેટાદ જિલ્લાના બરવાળા મુકામે નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે તા.૨-૧૦-૨૦૧૭ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પદ સંચલન તેમજ શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહિપાલસિંહ ઠાકુર (પ્રચારક સામાજીક સમરસના સૌરાષ્ટ્ર) બ્રિજરાજસિંહ ઝાલા (મહામંત્રી બોટાદ જીલ્લા ભાજપ)દિપકભાઈ રાણપુરા, ભાવસંગભાઈ તલસાણીયા, કરણસિંહ રાઠોડ સહિતના બરવાળા અને રાણપુર તાલુકાના સ્વયંસેવક ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બરવાળા તેમજ રામપુર તાલુકાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પદ સંચલન બરવાળા શહેરની મુખ્ય બજારમાં ફેરવવામાં આવી હતી જે યાત્રાનું પુષ્પગુચ્છથી ઠેર ઠેર સ્વાગત કરવામાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિધિવત રીતે સ્વયંસેવક સંઘના સેવકો દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બરવાળા તેમજ રાણપુર તાલુકાના પદસંચલન તેમજ શસ્ત્રપૂજન કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીજ્ઞેશભાઈ પનારા, રવિભાઈ અમદાવાદીયા સહિતના સેવકગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous article રાજુલા ભાજપના હોદ્દેદારોની કરાયેલી બિનહરીફ વરણી
Next article રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગ્રામ્ય  ગુજરાતનેર ODF જાહેર કર્યું