લેખક તગજીભાઈ બારોટ લીખીત મહાગ્રંથ ‘પીર પ્રબંધ’નું વિમોચન

2975

ગુજરાતના ખ્યાતનામ લેખક તગજીભાઈ બારોટ દ્વારા લીખીત પીર પ્રબંધ મહાગ્રંથનું વિમોચન થયું. જે હિન્દુ-સંસ્કૃતિને ઉજાગર કરવા અને સમાજમાં એક્તા અને ઉત્કર્ષ માટેનું આયોજન તેમજ મહા કવિ સંમેલન યોજાયું.

ગુજરાતના ખ્યાતનામ લેખક તગજીભાઈ બારોટ લીખીત પીર પ્રબંધ મહાગ્રંથનું વાવ તાલુકાના રામાસરા આશ્રમ ખાતે વિમોચન થયું. જેમાં બીજા નામાંકિત ગુજરાતના પ લેખકોના પુસ્તક વિમોચન તેમજ રાત્રે કવિ સંમેલનમાં ૧૮ કવિઓની ઉપસ્થિતિમાં જમાવટ થયેલ. તેમાં વિશેષ રૂપે આ મહાન ગ્રથ પીર પ્રબંધ ગ્રંથ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરનાર પ્રથમ બારોટ સમાજ જ છે અને તેના મહાન ગ્રંથમાં તમામ હિન્દુ સંસ્કૃતિ ઉપર દરેક સમાજને આત્મિયતા જાગે તેવા હેતુથી આ ગ્રંથ લખાયો અને તેનું વિમોચન કરતા લેખક તગજીભાઈ બારોટ સાથે ભીખાજીભાઈ બારોટ, પ્રતાપજી બારોટ, ગોપાલભાઈ બારોટ દ્વારા સન્માનિત કરાયા.

 

Previous articleસેંટ ઝેવિયર્સ પ્રાયમરી સ્કુલમાં ડીસ્ટ્રીકટ કંટ્રોલ પ્રોગ્રામ યોજાયો
Next articleવરતેજ કારડીયા રાજપુત સમાજ દ્વારા ઈનામ વિતરણ સમારોહ