ભાવનગર શહેર જિલ્લામાં ચોમાસુ ગતિવિધી તેજ બનતાની સાથે જ આસામાને આંબતા લીંબુના ભાવ તળીયે જેતા ખેડુતો માટે ભારે મુશકેલી સર્જાઈ રહી છે. એક સમયે રૂા. ૧૦૦ થી ૧પ૦ સુધી પહોંચેલા લીંબુના ભાવ ઘટીને માત્ર રૂા. ૧પ થી રપ સુધીના થઈ જવા પામ્યા છે. પરિણામે ખેડૂતોને લીંબુ પોતાની વાડીએથી માર્કેટ સુધી પહોંચાડવાનો મજુરીથી માર્કેટ સુધી પહોંચાડવાનો મજુરી ખર્ચ પણ નથી મળી રહ્યો. આથી મોટા પ્રમાણમાં લીંબુ પકવતા ખેડૂતો રાજયના રાજકોટ, સુરત, ડીસા તથા રાજસ્થાન પ્રાંતમાં સારા ભાવની અપેક્ષાએ મોકલી રહ્યા છે.